ઝેરી હવાથી બચવા માટે ઘરમાં લગાવો આ છોડ, મળશે ભરપૂર ઓક્સિઝન

શહેરોમાં વાહનો અને ઈન્ડસ્ટ્રીના પ્રદૂષણથી ઝેરી હવાથી શ્વસન સંબંધી રોગોમાં વધારો થયો છે.

પ્રદૂષણના કારણે ફેફસા અને શ્વાસ સંબંધિત ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.

એવામાં આજે અમે તમને કેટલાક છોડ વિશે જણાવીશું, જેને ઘરમાં રાખવાથી ભરપૂર ઓક્સિજન મળે છે.

સ્નેક પ્લાન્ટ આ છોડ રાત્રે ઓક્સિજન પ્રોડ્યૂસ કરે છે. તેને કાર્બન ડાયોક્સાઈડ શોષનારો પ્લાન્ટ પણ કહેવામાં આવે છે.

રબર પ્લાન્ટ રબર પ્લાન્ટથી ઓક્સિજન મળે છે. આ સાથે તે પ્રદૂષણને પણ ઓછું કરે છે.

વાંસ વાંસનો છોડ હવાને શુદ્ધ કરે છે. તેના ઉપરાંત વાંસ હવામાંથી હાનિકારક કણોને પણ દૂર કરે છે.

સ્પાઈડર પ્લાન્ટ તેને એર પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. આ છોડ હવાનું પ્રદૂષણ ઓછું કરે છે.

એરેકા પામ આ છોડ એક કુદરતી પ્યુરીફાયર છે. એરેકા પામ લગાડવાથી ડિપ્રેશન અને તણાવ ઓછો થાય છે.

મની પ્લાન્ટ આ પ્લાન્ટની ખાસ વાત એ છે કે તે રાત્રે પણ ઓક્સિજન છોડે છે.