કમર સુધી લાંબા થશે વાળ, ફક્ત આ 2 વસ્તુઓ લગાવો

લાંબા અને કાળા વાળ દરેક લોકોને ગમતા હોય છે. છોકરીઓ હંમેશા એવું ઇચ્છતી હોય છે કે એમના વાળ કાળા અને લાંબા હોય. છોકરીઓ વાળની સંભાળ પણ ખૂબ જ રાખતી હોય છે.

વાળને લાંબા અને શાઈની બનાવવા માટે છોકરીઓ મોંઘા શેમ્પૂ, સીરમ, તેલ લગાવે છે. જોકે, કેટલાક ઘરેલું ઉપાયોથી પણ તમારા વાળ લાંબા થઈ શકે છે. 

ચાલો તમને જણાવીએ કે વાળને લાંબા કરવા માટે ક્યાં ઘરેલું નુસ્ખા અપનાવી શકાય છે.

તલના તેલ અને મેથીથી વાળની ​​લંબાઈ સરળતાથી વધારી શકાય છે. તમારે તેને તમારા વાળમાં લગાવવાનું છે, ચાલો તમને જણાવીએ તેના સ્ટેપ્સ.

સૌથી પહેલા મેથીના દાણાને પીસી લો, તેનો પાઉડર તૈયાર કરો. મેથીના પાવડરને તલના તેલમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે તેને વાળમાં લગાવીને મસાજ કરો.

અડધા કલાક સુધી વાળમાં રહેવા દો અને પછી પાણી-શેમ્પૂની મદદથી વાળને ધોઈ લો. આ ઉપાયને અઠવાડિયામાં બે વાર અજમાવી શકાય છે. 

નાળિયેરનું દૂધ પણ વાળ માટે સારું માનવામાં આવે છે. તેનાથી વાળ શિલ્કી, શાઈની અને લાંબા થાય છે.

નાળિયેરનું દૂધ અને આલિવ ઓયલ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. પછી તેને વાળની ઉપર લગાવીને હળવા હાથે મસાજ કરો.

20 મિનિટ પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. આ મિશ્રણને તમે અઠવાડિયામાં 2થી 3 વખત લગાવી શકો છો. તેનાથી તમને ફરક જોવા મળશે.