આજના સમયમાં મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેને લઈને તેઓ ઘણા ઘરેલુ ઉપાયો અપનાવે છે. આ ઉપાયોમાંથી એક છે ડુંગળી.
ડુંગળીનો રસ લગાવવાથી વાળની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ડુંગળીના રસનો ઉપાય શ્રેષ્ઠ ઉપાય છે, જે વાળ ખરતા અટકાવે છે. સાથે જ માથા પર નવા વાળ ઉગાડી શકે છે.
આજે અમે આપને ડુંગળીના રસનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે જણાવીશું. TOIના એક સમાચાર અનુસાર, ડુંગળીનો રસ કાઢવા માટે 2-3 મોટી ડુંગળી લો. તેમજ એક બ્લેન્ડર, સૂક્ષ્મ ગળણી, એક વાટકી અને એક કન્ટેનર કે બોટલ લો.
ડુંગળીનો રસ કાઢવા માટે સારી ક્વોલિટીની લાલ ડુંગળી લો. જે વાળ માટે ફાયદાકારક હોય છે. કારણ કે તેમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે. તમે સફેદ કે પીળી ડુંગળી પણ લઇ શકો છો.
ડુંગળીની છાલને કાઢીને તેને કાપી લો. તેમજ તેમે મિક્ષ્ચરમાં નાંખીને ફાઈન પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાંથી જ્યુસ કાઢવા માટે એક ગળણી કે ચીઝક્લોથ લો અને તેને બાઉલ પર રાખીને તેમાં પેસ્ટ નાખી દો.
હવે જો તમારી પાસે ગળણી હોય તો ચમચીથી પેસ્ટને પ્રેસ કરો, જેથી બધો રસ બાઉલમાં નીકળી જાય. એક સાફ કન્ટેનર કે બોટલ લો. ડુંગળીનો રસ લગાવવા માટે તમારા વાળને શેમ્પૂ કરો અને પછી વાળને સારી રીતે સુકવો.
તમારા વાળને ઘણા ભાગોમાં વહેંચીને તેમાં કોટન બોલની મદદથી માથાની ચામડી પર સારી રીતે ડુંગળીનો રસ લગાવો. હવે 5થી 10 મિનિટ સુધી સ્કેલ્પ સ્કિન પર હળવા હાથે મસાજ કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધશે.
હવે 30 મિનિટથી એક કલાક સુધી તમારા વાળ આમ જ રહેવા દો. હવે વાળમાં થોડું શેમ્પૂ લગાવીને હૂંફાળા પાણીથી ધોઈ લો. સામાન્ય રીતે ડુંગળી લગાવ્યા પછી વાળ ડ્રાય થઈ જાય છે, તેથી કન્ડિશનર લગાવવાથી વાળ નરમ અને સિલ્કી બનશે.
નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.