લગ્નજીવનને ખુશખુશાલ બનાવશે 4 ટિપ્સ

લગ્ન જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. મોટાભાગના લોકો ઈચ્છા હોય છે કે લગ્ન પછી તેઓ સુખી જીવન જીવે.

મોટાભાગના લોકો લગ્ન કર્યા બાદ તેમના જીવનનો એ રીતે આનંદ માણી શકતા નથી જે રીતે તેઓએ કલ્પના કરી હોય છે.

કેટલીક બાબતોના કારણે મોટાભાગના પરિણીત યુગલો વચ્ચે લડાઈ-ઝઘડા થાય છે અને તેમના જીવનમાં ખુશીઓ ચાલી જાય છે.

મોટિવેશનલ સ્પીકર અને કથાકાર જયા કિશોરીએ દાંપત્ય જીવનને સુખી બનાવવા માટે કેટલીક ટિપ્સ જાણાવી છે,ચાલો જાણીએ તેના વિશે.

જયા કિશોરી કહે છે કે દાંપત્ય જીવનને બેસ્ટ બનાવવા માટે કપલે કારણ વગર પોતાના પાર્ટનર પર શંકા ન કરવી જોઈએ. જો તમને કોઈ બાબતે ડાઉટ છે, તો તમે ડાયરેક્ટ તેમની સાથે વાત કરી શકો છો.  

તેઓેનું માનવું છે કે, લગ્નજીવનને ખુશખુશાલ બનાવવા માટે કપલે કોઈ ત્રીજા વ્યક્તિની સલાહ ન લેવી જોઈએ. પોતાની પર્સનલ વાતો કોઈની સાથે શેર કરવી લડાઈ-ઝઘડાનું કારણ બની શકે છે.

લગ્નજીવનને ખુશખુશાલ બનાવું છે તો ક્યારે સાસરિયાઓ વિશે ખરાબ ન બોલો. જયા કિશોરીનું માનવું છે કે પોતાના ઘર-પરિવારનું કોઈ ખરાબ બોલે તે કોઈપણ વ્યક્તિને સહન થતું નથી.

જયા કિશોરીના જણાવ્યા અનુસાર, લગ્ન બાદ પાર્ટનરની ખામી સંબંધી, પાડોશી અથવા કોઈપણ વ્યક્તિને ન જણાવવી જોઈએ. તમને પાર્ટનરની ખામીઓ ખબર છે તો તેને તમારા પૂરતી જ સીમિત રાખવી જોઈએ. પાર્ટનરની ખામીઓ જણાવવાથી તેઓની મજાક પણ બની શકે છે.