ઘડપણ આવતા પહેલા કરી લેવા જોઈએ આ 4 કામ, મહાભારતમાં યુધિષ્ઠિરને મળી હતી શીખ

કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યા બાદ યુધિષ્ઠિર જ્યારે હસ્તીનાપુરના રાજા બન્યા તો તેમણે અશ્વમેઘ યજ્ઞ કરાવવાનો નિર્ણય લીધો હતો.

આ યજ્ઞને લઈને યુધિષ્ઠિરે કહ્યું હતું, જેવો યજ્ઞ મેં કર્યો છે, તેવો ના હવે થશે કે ના કોઈ ક્યારેય કરી શકશે.

આ બાદ એક નોળિયાએ યુધિષ્ઠિરનું અભિમાન તોડ્યું હતું અને પોતાની ભૂલ સમાજાતા તેમણે બધાની માંગી હતી.

તેમણે નોળિયાને પૂછ્યું- તમે મને જણાવો મનુષ્યએ જવાનીમાં કયા એવા 4 કામ કરી લેવા જોઈએ, જેનું ફળ ઘડપણમાં મળે.

નોળિયાએ યુધિષ્ઠિરને કહ્યું- જ્યારે વ્યક્તિને પૈસા અને પદ મળે છે ત્યારે તે પોતાને કર્તા માનવા લાગે છે, જેનું નુકસાન આગળ જતા તેને થાય છે.

આ ઉપરાંત મનુષ્યએ જવાનીમાં પૈસા ભેગા કરવાનું શરૂ કરી દેવું જોઈએ અને દરેક પ્રકારના જીવ પ્રત્યે દયા ભાવ રાખવો જોઈએ.

નોળિયાએ આગળ કહ્યું- મનુષ્યએ બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ, કારણ કે તેમનાથી જ ઘડપણમાં તે મા-બાપનું ધ્યાન રાખે છે.

જે મનુષ્ય પોતાની જવાનીના દિવસો આરામ અને આળસમાં પસાર કરે છે, તેમનું ઘડપણ એટલું જ કષ્ટદાયી હોય છે.

કાળી-ચૌદશે સાળંગપુરના કષ્ટભંજન દાદાને હીરા-ચાંદીના વાઘાનો શણગાર, અન્નકૂટ ધરાવાયો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો