આઈસ્ક્રીમ ખાધા પછી શું ન ખાવું જોઈએ?

ઉનાળામાં આઈસક્રીમ ખાવાની મજા પડી જાય છે. જોકે, આઈસ્ક્રીમ ખાધા પછી વ્યક્તિએ કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

આઈસક્રીમ ખાધા પછી ખાટા ફળો બિલકુલ પણ ન ખાવા જોઈએ. આવું કરવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. 

આઈસક્રીમ ખાધા પછી ખાટા ફળો ખાવાથી ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે. ખાટા ફળમાં એસિડ હોય છે, જે પાચન તંત્રને ખરાબ કરી શકે છે. 

આઈસક્રીમ ખાધા પછી આલ્કોહોલનું પણ સેવન ન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. ઘણીવાર લૂઝ મોશનની પણ સમસ્યા થઈ શકે છે. 

ઘણીવાર લોકો આઈસક્રીમ ખાધા પછી સ્પાઈસી વસ્તુઓ ખાય છે, જેનાથી પેટમાં બળતરા અને ગેસ વગેરેની ફરિયાદ રહે છે. આ કારણે આઈસક્રીમ ખાધા બાદ સ્પાઈસી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

આઈસક્રીમ ખાધા પછી ચા અથવા કોફી પીવાથી પણ નુકસાન થાય છે. તેના કારણે શરદી-ખાંસીની સમસ્યા થઈ શકે છે.

આઈસક્રીમ ખાધા પછી ઠંડુ પાણી પીવાથી પણ બચવું જોઈએ. તેના કારણે પાચન તંત્ર નબળુ પડી શકે છે અને ગેસ, એસિડિટી થઈ શકે છે.