સવારમાં આ શાકભાજીઓ ખાઈ લો, શરીરમાં નહીં રહે વિટામીન બી12ની અછત

વિટામીન B12 શરીરના વિકાસ માટે ખૂબ જરૂરી છે. તે શરીરમાં રેડ બ્લડ સેલ બનાવે છે અને મગજના કામકાજને બહેતર કરે છે.

શરીરમાં વિટામીન B12ની અછતના કારણ મગજની સમસ્યા, હાથ-પગમાં સોજો, શરીરમાં કમજોરી અને લોહીની અછત થાય છે.

શરીરમાં વિટામીન B12ની અછત પૂરી કરવી જરૂરી છે. આ માટે કેટલાક શાકભાજીનું સેવન કરવું ફાયદાકારક છે.

પાલક ડોક્ટર મુજબ, પાલકમાં ભરપૂર માત્રામાં B12 અને આયર્ન હોય છે. તમે તેને શાક ઉપરાંત સલાડ તરીકે પણ ખાઈ શકો છો.

બીટ બીટમાં વિટામીન બી12, આયર્ન, ફાઈબર, પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે, તેના સેવનથી શરીરમાં B12નું સ્તર વધી શકે છે. આ ઉપરાંત બાકી પોષક તત્વો પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

કોળું કોળાના સેવનથી શરીરમાં વિટામીન B12ની અછત દૂર થાય છે. તેમાં સારા પ્રમાણમાં વિટામીન બી12, ફાઈબર અને મિનરલ હોય છે.

મશરૂમ વિટામીન બી-12ની અછત દૂર કરવા મશરૂમ પણ ખાઈ શકાય. તેમાં સારા પ્રમાણમાં બી12 હોય છે. ઉપરાંટ વિટામિન ડી, પોટેશિયમ, ફાઈબર અને ઘણા એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે.