વેઈટ લોસ માટે રોટલી ખાવી કે ભાત? સેલિબ્રિટી ટ્રેનરની આ સલાહથી ફટાફટ ઉતરશે વજન

ચોખા અને રોટલી ભારતીયોનું મુખ્ય ભોજન રહ્યું છે. લંચ હોય કે ડિનર, દરેક વ્યક્તિ કોઈને કોઈ સમયે ચોખા કે રોટલી ખાય જ છે.

ઘઉં અને ચોખા બંને કાર્બોહાઈડ્રેટનો મુખ્ય સ્ત્રોત છે. તેમાં શરીરમાં કામ કરવા અને એક્ટિવ રહેવા માટે એનર્જી મળે છે.

ઘણા લોકોને લાગે છે કે ચોખાથી વજન વધે છે, જોકે ઘણા લોકોને યોગ્ય જાણકારી નથી. આજે અમે તમને જણાવીશું કે વજન ઉતારવા રોટલી કે ચોખા શું વધુ ફાયદાકારક છે. 

સેલિબ્રિટી કોચ પ્રસાદ નંદકુમાર શિર્કે કહે છે, ચોખામાં જો સ્ટાર્ચ કાઢી નખાય તો સારો સોર્સ છે અને જલ્દી ફેટમાં કન્વર્ટ નથી થતું.

પરંતુ જો તમે કૂકરમાં રાંધેલા ચોખા જમો તો તે નોર્મલ કાર્બોહાઈડ્રેટ રહે છે જે જલ્દી પચી જાય છે જેનાથી તમને જલ્દી ભૂખ લાગે છે. આથી ચોખામાંથી સ્ટાર્ચ કાઢીને ખાઓ.

રોટલી વિશે કહ્યું કે, રોટલીમાં ગ્લૂટેન હોય છે જે બધાને પચતું નથી, પછી રોટલીમાં ઘી લગાવવાથી કેલરી વધી જાય છે.

તમે જોશો કે ઈન્ટરનેશનલ એથ્લિટ ભાત ડાયેટમાં લે છે, આથી સ્ટાર્ચ કાઢીને ભાત ખાવા, વેઈટ લોસમાં ફાયદાકારક છે.