મલાઈકા જેવી પાતળી કમર માટે રોજ આ ખાસ પાણી પીવો, 30 દિવસમાં દેખાશે રિઝલ્ટ
એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની સુંદરતા સાથે પરફેક્ટ ફિગર માટે પણ જાણીતી છે.
50 વર્ષની મલાઈકાને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, જોકે ફીગરને મેઈન્ટેન રાખવા મલાઈકા ખાસ ડાયેટ પ્લાન ફોલો કરે છે.
આ સાથે જ મલાઈકા એક ખાસ ડ્રિંક પણ પીવે છે, જે પેટની ચરબી ઘટાડવા માટે ખૂબ જ જાણીતું છે.
મલાઈકાએ સો.મીડિયામાં એક તસવીર શેર કરીને જણાવ્યું હતું કે તે રાત્રે મેથી, જીરું અને અજમાને પલાળીને સવારે તેનું પાણી પીવે છે.
આ ડ્રિંક સુગર લેવલને નિયંત્રિત કરવા માટે જાણીતું છે, કારણ કે મેથી ઈન્શ્યુલિન બનાવવામાં મદદ કરે છે.
આ ઉપરાંત અજમો અને મેથી પેટની સમસ્યા જેવી કે એસિડિટી અને અન્ય ગેસ્ટ્રીક સમસ્યાને દૂર રાખે છે.
જીરું, મેથી અને અજમો ત્રણેય પાચન અને મેટાબોલિઝમને ઝડપી બનાવે છે, જેનાથી વજન ઝડપથી ઘટે છે અને બેલી ફેટ ઓછું થાય છે.
Jioએ આપ્યો યુઝર્સને ઝટકો, હવે SIM એક્ટિવ રાખવું થશે મોંઘું
Related Stories
ચહેરા પર બરફ લગાવતા પહેલા આ જાણી લો
શું હકીકતમાં બિયર પીવાથી વધે છે પેટ?
અનુષ્કા શર્મા દરરોજ નાસ્તામાં ખાય છે આ 3 વસ્તુ
સવારમાં આ શાકભાજીઓ ખાઈ લો, શરીરમાં નહીં રહે વિટામીન બી12ની અછત