આજના સમયમાં મોટાભાગના લોકોનું પેટ વધેલું દેખાય છે, તેને ઘટાડવા માટે લોકો જાતભાદના નુસ્ખા અપનાવે છે.
ઘણા લોકોના લાખ પ્રયાસો બાદ પણ ફાંદ ઘટતી નથી. આવા લોકોએ ફાંદ નીકળવાના કારણો પણ જાણી લેવા જોઈએ.
ગેસ્ટો અને લિવર એક્સપર્ટ ડો. વી.કે મિશ્રા (MD,DM)એ કેટલા કારણો જણાવ્યા છે, જેના કારણે તમારી ફાંદ વધી જાય છે.
ડો. વી.કે મિશ્રા મુજબ, પેટ ઉપર વધુ ફેટના કારણે ફાંદ નીકળે છે, તેને સેન્ટ્રલ ઓબેસિટી કહે છે.
તમે જરૂરથી વધુ કેલેરી લો તે શરીરમાં જમા થાય છે અને સેન્ટ્રલ ઓબેસિટી કે પેટની આસપાસ ફેટ જામવા લાગશે.
ઉંમર મુજબ મેટાબોલિઝમ ધીમું થાય છે. ઉંમર વધવા સાથે શરીરમાં ફેટની ટકાવારી વધવા લાગે છે.
દરેક વ્યક્તિના શરીરમાં ફેટ ડિસ્ટ્રીબ્યુશન અલગ હોય છે, મહિલામાં થાઈ-હિપ્સ એરિયામાં ફેટ જામે છે, પુરુષોમાં તે પેટની આજુબાજુ જામે છે.
જ્યારે તમે જમો છો ત્યારે લેપ્ટિન હાર્મોન પેટ ભરવાનો સંકેત આપે છે, લેપ્ટિન હાર્મોન ઘટતા તમે વધુ ખાઈ લો છો અને કેલરી વધતા ફાંદ વધે છે.
રિસર્ચ મુજબ જો કોઈ સ્ટ્રેસમાં હોય તો કોર્ટિસોલ લેવલ હાઈ રહેશે તેનાથી સેન્ટ્રલ ઓબેસિટીનું જોખમ વધશે. એટલે સ્ટ્રેસ ન લેવો.
એન્ટી ડિપ્રેસન, એન્ટી સાઈકોટિક્સ અને ડાયાબિટિસની દવાના કારણે પણ વ્યક્તિની સેન્ટ્રલ ઓબેસિટી વધે છે.