50ની ઉંમરે પણ યુવાન દેખાવું હોય તો આજથી જ ખાવાનું શરૂ કરી દો આ 3 વસ્તુ
આપણે બધા હંમેશા જવાન અને સુંદર દેખાવા ઈચ્છીએ છીએ, પરંતુ સમય સાથે ઉંમર વધવાનું નક્કી છે.
જેમ-જેમ ઉંમર વધે છે, ચહેરા પર કરચલીઓ અને લાઈન દેખાવાનું શરૂ થઈ જાય છે.
ઘણીવાર લાઈફસ્ટાઈલ અને પોષણની કમીના કારણે સમય પહેલા એજિંગના લક્ષણો દેખાવા લાગે છે.
એવામાં અમે તમને કેટલાક એવા ફૂડ્ય વિશે જણાવીશું જેના સેવનથી ત્વચા લાંબા સમય સુધી યુવાન દેખાય છે.
જો તમે રોજિંદા વપરાશમાં રેગ્યુલર તેલની જગ્યાએ વર્જિન ઓલિવ ઓઈલ વાપરો તો સ્વાસ્થ્યને વધુ ફાયદો થઈ શકે છે.
એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ ધરતી પર મળતા સૌથી હેલ્ધી તેલમાંથી એક છે, તેમાં હેલ્ધી ફેટ અને એન્ટીઓક્સિડન્ટ વધુ હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલ્સ અને ઓક્સિડેન્ટની અછત દૂર કરીને સ્કીન યુવાન રાખે છે.
ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડેન્ટ વધુ પ્રમાણમાં હોય છે, જે તમારા સ્કીન સેલ્સને સ્વસ્થ રાખે છે.
લીલા શાકભાજીમાં મળતા વિટામિન્સ અને મિનરલ્સ સ્કિન સેલ્સને યંગ રાખે છે, જેનાથી એજિંગના લક્ષણો દૂર થાય છે.