શું હકીકતમાં બિયર પીવાથી વધે છે પેટ?

દરેક ઋતુ પ્રમાણે લોકોની ડ્રિંક કરવાની પસંદમાં ફેરફાર જોવા મળે છે, પરંતુ એક સામાન્ય ધારણા લગભગ મોટાભાગના લોકોમાં જોવા મળે છે કે બિયર પીવાથી પેટ બહાર નીકળી જાય છે અને મોટાપાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.  

શું આ સાચું છે કે દરરોજ બિયર પીવાથી મોટાપાની સમસ્યા થઈ શકે છે અને પેટ બહાર આવી શકે છે, ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

ઘણી સ્ટડીમાં આ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે જો બિયરનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તેનાથી પેટની ચરબી વધી શકે છે અને મોટાપાની સમસ્યા થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આવું એટલા માટે થાય છે કારણ કે બિયરમાં જે તત્વો હોય છે, જે વજન વધારવા માટે જવાબદાર હોય છે. બિયરમાં કાર્બોહાઈડ્રેટ્સ, આલ્કોહોલ અને અન્ય તત્વો મળી આવે છે જે કેલરીની માત્રામાં વધારો કરે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એક નોર્મલ બિયર કેન જે 355 મિલિગ્રામનું હોય છે, તેમાં લગભગ 150 કેલરી હોય છે. 500 મિલિગ્રામ બિયરમાં 200થી 250 કેલરી સુધી હોઈ શકે છે.

સ્પષ્ટ છે કે બિયરમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ મોટી માત્રામાં બિયરનું સેવન કરો છો તો તેનાથી વજન વધવાની અને પેટ ફૂલવાની સંભાવના છે.

અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશન અનુસાર, વધુ માત્રામાં એલ્કોહોલ અને બિયરનું સેવન કરવામાં આવે તો કેલેરી મોટી માત્રામાં શરીરમાં જાય છે અને વજન ઝડપથી વધી શકે છે.  

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જો તમે દરરોજ એક બિયરનું સેવન કરો છો અથવા નિયમિતપણે આલ્કોહોલ પીતા હોવ તો તેનાથી પેટની ચરબી અને સ્થૂળતાની સાથે-સાથે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

જર્નલ ઓબેસિટીમાં પ્રકાશિત થયેલા એક રિવ્યુ અનુસાર, વધુ માત્રામાં જો આલ્કોહોલ પેટમાં જાય છે, તો મેટાબોલિક હેલ્થ પર ખરાબ અસર પડે છે.

આ સમાચાર સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. કોઈપણ પ્રકારની વિશેષ માહિતી માટે નિષ્ણાત પાસેથી યોગ્ય સલાહ લો.