ચહેરા માટે બેસ્ટ છે બ્લેક ટી, આ રીતે લગાવો

ભારતમાં લગભગ દરેક વ્યક્તિના દિવસની શરૂઆત ચાથી થાય છે, પરંતુ દરેકનો પોતાનો અલગ સ્વાદ હોય છે. બ્લેક ટી પણ ખૂબ જ કોમન છે.

બ્લેક ટી એટલે કે દૂધ વગરની ચા. જેમાં કેટલાક લોકો ખાંડ પણ નાખતા નથી. શું તમે જાણો છો કે આ સ્કિન માટે પણ ખૂબ જ સારી હોય છે. 

એન્ટી ઓક્સીડેન્ટ્સથી ભરપૂર બ્લેક ટીમાં એવા ઘણા તત્વો મળી આવે છે, જે સ્કિનને યંગ અને ગ્લોઈંગ બનાવી રાખવામાં મદદ કરે છે

બ્લેક ટીમાં પોલીફેનોલ્સ હોય છે, જે વધતી ઉંમરના પ્રભાવોને ઘણી હદ સુધી ઘટડવામાં મદદ કરી શકે છે.

પિંપલ્સ અથવા ડાઘને પણ બ્લેક ટી દૂર કરી શકે છે. તેમાં કેટેચિન નામનું તત્ત્વ હોય છે, જે સ્કિન ઈન્ફેક્શનથી બચાવી રાખે છે.

બ્લેક ટીમાં એન્ટી ઈંફ્લેમેટ્રી ગુણ પણ હોય છે, જે સૂઝનને ઘટાડી શકે છે. આ સિવાય ટેનિંગ હટાવવા માટે પણ બ્લેક ટી સારી છે.

ખાંડ વગરની બ્લેક ટીને તમે રૂની મદદથી ચહેરા પર લગાવી શકો છો. તેને ચહેરા પર લગાવ્યાના થોડીવાર બાદ ચહેરાને પાણીથી સાફ કરી લો. 

નોંધઃ કોઈપણ ઘરેલું નુસ્ખાને અજમાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો.