kriti sanon enters into production b 0407231120

સુંદર ચમકદાર સ્કિન: કૃતિ સેનનની ગ્લોઈંગ સ્કિનનું શું છે રહસ્ય?

image
Screenshot 2024 06 17 164155

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન ખૂબ જ યંગ અને ગ્લોઈંગ દેખાય છે. કૃતિ તેની ફિટનેસ અને ગ્લોઈંગ સ્કિન માટે જાણીતી છે.

1e58955484970fd032a917bfa8dee292

તેની સુંદરતા અને સ્કિન કેર લોકોની વચ્ચે ખૂબ લોકપ્રિય છે. ઘણી મહિલાઓ તેની સુંદરતાનું રાજ જાણવા માંગે છે. તો તમને જણાવી જઈએ કે કૃતિએ થોડા દિવસ પહેલા જ તેની સુંદરતાનું રહસ્ય સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.

thumbnail Image

કૃતિ તેની સ્કિનની ચમક જાળવી રાખવા માટે ખૂબ જ સરળ સ્ટેપ્સ ફોલો કરે છે. જેમાં તે સૌથી પહેલા સ્કિનને ક્લીન કરે છે. આ માટે તે નાળિયેર તેલનો ઉપયોગ કરે છે.

ત્યારબાદ તે ટોનર, ગ્લિસરીન કે ગુલાબજલ પણ સ્કિન પર લગાવે છે. કૃતિ સેનન એન્ટીઓક્સિડેન્ટ્સની ભરપૂર સીરમનો પણ ઉપયોગ કરે છે. 

કૃતિ સ્કિનને સારી અને ગ્લોઈંગ બનાવવા માટે ફ્કત બ્યૂટી પ્રોડક્ટ્સ જ નહીં પરંતુ ડાયટ અને એક્સરસાઈઝ પર પણ ધ્યાન આપે છે.

આ માટે તે નિયમિત રીતે એક્સરસાઈઝ કરવાની સાથે ડાયટનું કડકતાથી પાલન કરે છે. કૃતિ સવારે ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવે છે, જેનાથી સ્કિન હાઈડ્રેટ અને ગ્લોઈંગ રહે છે.

એટલું જ નહીં તે વિટામિન ઈ સીરમની સાથે જ હાઈડ્રેટિંગ માસ્કનો પણ ઉપયોગ કરે છે. કૃતિ તેની સ્કિનને હાઈડ્રેટ અને હેલ્ધી રાખવા માટે બેરિયર કેર ક્રીમનો પણ ઉપયોગ કરે છે.

કૃતિ સ્કિનની સાથે જ આંખોની પાંપણ અને આઈબ્રો પર પણ ધ્યાન આપે છે, જેના માટે તે ઓલિવ ઓઈલ અને એરંડાનું તેલ પણ લગાવે છે. હોઠોં માટે તે લિપ બામનો ઉપયોગ કરે છે.