અસ્થમાના દર્દીઓ માટે ખતરનાક છે ACની હવા 

ગુજરાતની ધરતી લાંબા સમયથી આકરા તાપમાં ધગધગી ઊઠી છે. મે મહિનાના ઘણા દિવસોમાં રાજ્યના 80 ટકા વિસ્તારોમાં હીટવેવ સંબંધિત યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ અપાઈ ચૂક્યું છે.

આવી સ્થિતિમાં ગરમીથી બચવા ઉનાળાની ઋતુમાં ઘણા લોકો એર કન્ડીશન એટલે કે એસીનો ઉપયોગ કરે છે. ઘરથી લઈને ઓફિસ સુધી લોકો પોતાનો મોટાભાગનો સમય ACમાં વિતાવે છે.

જોકે, અસ્થમાના દર્દીઓ માટે એર કન્ડિશનરની હવા ખતરનાક સાબિત થઈ શકે છે. અસ્થમાના દર્દીઓને એસીના કારણે ફેફસામાં નુકસાન થઈ શકે છે.

અસ્થમા શ્વાસ સંબંધિત બીમારી છે. આ રોગમાં શ્વસન માર્ગમાં સોજો અને ફેફસામાં ચેપ લાગે છે. જેના કારણે શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થાય છે.

એર કન્ડીશનમાં સતત બેસી રહેવાથી દર્દીઓની મુશ્કેલીઓ વધી શકે છે. જે અસ્થમાના દર્દી માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

એસી રૂમમાં હાજર કણો હવા સાથે ભળી જાય છે અને શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ફેફસાંને ઘણું નુકસાન પહોંચાડે છે.

જો અસ્થમાનો દર્દી ACમાં બેસે તો તેના માટે મુશ્કેલી સર્જાઇ શકે છે. આ કારણે તેને અસ્થમાનો અટેક આવી શકે છે.

જો તમે AC માં બેસો છો તો ઘર સાફ રાખો. ઘરમાં સહેજ પણ ધૂળ કે ગંદકી ન હોવી જોઈએ. એસીની સફાઈનું ખાસ ધ્યાન રાખો.

જો અસ્થમાના દર્દીઓ ACમાં બેસે તો તેમણે માસ્ક પહેરવું જ જોઈએ.