જ્યારે 'ગદર-2' એક્ટ્રેસ અમીષા પટેલે પિતા સામે કર્યો કરોડોની છેતરપિંડીનો કેસ

બોલિવૂડ સ્ટાર અમીષા પટેલ હાલ ગદર-2ની સક્સેસ એન્જોય કરી રહી છે, ફિલ્મે 500 કરોડની કમાણી પાર કરી લીધી છે.

અમીષા કરિયરથી વધુ પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહી છે, તેણે એકવાર પૈસા માટે પિતા પર કેસ કરી દીધો હતો.

હકીકતમાં અમીષા પટેલના પિતા એક સમયે તેના મેનેજર હતા, ત્યારે 2004માં બંને વચ્ચે સંબંધોમાં ખટાશ આવી હતી.

એક્ટ્રેસે આરોપ લગાવ્યો હતો કે તેના પિતાએ 12 કરોડ રૂપિયાનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો.

આ મામલે એક્ટ્રેસ પિતાને કોર્ટ સુધી ઢસડી ગઈ હતી અને પૈસા પાછા આપવા કહ્યું હતું.

એક ઈન્ટરવ્યૂમાં બાદમાં એક્ટ્રેસે કહ્યું- મને શેની શરમ આવે? મારા પૈસા મારા છે. પેરેન્ટ્સનો તેના પર કોઈ હક નથી.

દેશના સૌથી મોટા વકીલ 68 વર્ષની ઉંમરે ત્રીજી વાર દુલ્હા બન્યા

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો