જ્યારે હેમા-જિતેન્દ્રના લગ્ન તોડાવવા નશામાં પહોંચ્યા હતા ધર્મેન્દ્ર, ખૂબ હંગામો કર્યો, પછી...

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની લવ સ્ટોરી ખૂબ ફિલ્મી છે. બંનેના પ્રેમ અને લગ્નના કિસ્સાની આજે પણ ચર્ચા થાય છે.

પરંતુ પરિણીત ધર્મેન્દ્ર સાથે હેમાના સંબંધથી તેમના પેરેન્ટ્સ ખુશ નહોતા અને તેમની ઈચ્છા હેમાના લગ્ન જીતેન્દ્ર સાથે કરાવવાની હતી.

હેમા માલિનીની બાયોગ્રાફી 'હેમા માલિની: બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ'માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જીતેન્દ્રના હેમા માલિની સાથે લગ્ન થવાના હતા અને પરિવાર સિક્રેટ વેડિંગ માટે ચેન્નઈ રવાના થઈ ગયો હતો.

જોકે આ વાતની જાણ ધર્મેન્દ્રને થઈ જતા તેઓ પણ સીધા ચેન્નઈ પહોંચી ગયા, જેથી લગ્ન રોકાવી શકાય.

ધર્મેન્દ્રએ દારૂના નશામાં ત્યાં પહોંચીને હેમા સાથે મળવાની જીત કરી અને તેમને લગ્ન ન કરવા વિનંતી કરી.

કહેવાય છે કે ધર્મેન્દ્ર સાથે વાત કર્યા બાદ હેમાએ જીતેન્દ્ર સાથે લગ્નથી ઈનકાર કરી લીધો.