સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ

ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ સુરભિ ચંદના માર્ચ મહિનામાં બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. બંનેએ ડેસ્ટિનેશન વેડિંગ કર્યા અને લગ્નને 5 મહિના થઈ ગયા. હવે કપલ બેબી પ્લાનિંગ કરી રહ્યું છે.

હાલમાં ટાઈમ્સ ટાઉને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રેગ્નેન્સીની વાત પર સુરભિએ કહ્યું- અમે તેના માટે તૈયાર છીએ. જ્યારે ઉપરવાળાનો સંકેત મળશે.

'અમે બાળક ઈચ્છીએ છીએ, કારણ કે બધાને જિંદગીના બાળક જોઈએ છે. હવે તો હું માસી બની ગઈ છું. તેના નામ ઈડન રાખ્યું છે, તે દુનિયાનો સૌથી ક્યૂટ બાળક છે.'

'હું તો ઈચ્છું છું કે હું અને કરણ બાળકનું પ્લાન કરીએ. જ્યારે પણ અમને સમય મળશે. મેં મારા કરિયર અને પર્સનલ લાઈફમાં દરેક પ્રકારનો સમય જોઈ લીધો છે.'

'હું એક્ટ્રેસ બની, મારો બોયફ્રેન્ડ હતો, જે હવે મારો પતિ છે. મેં લગ્ન કર્યા હવે હું માતૃત્વ માટે તૈયાર છું. પણ કરણ હાલમાં બાળક નથી ઈચ્છતો.'

તેનું કહેવું છે કે કદાચ ભગવાન તરફથી હજુ સંકેત નથી મળ્યો અને તે પોતાની લાઈફમાં વ્યસ્ત છે, જ્યારે તે તૈયાર હશે ત્યારે અમે બેબી પ્લાન કરીશું.

મારી પાસે હાલમાં કામ છે અને મારા માટે પણ બેબી પ્લાનિંગ કરવું મુશ્કેલ છે. પરંતુ ભવિષ્યમાં જ્યારે પણ અમને લાગશે, અમે બેબી પ્લાન જરૂર કરીશું.