24 APR 2024
રવિના ટંડનની દીકરી Rasha Thadaniની બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે, અભિનેત્રી પણ હાલ માત્ર પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા માંગે છે
આ વચ્ચે રવીનાનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું કે, હું નથી ઈચ્છતી કે રાશા હજી પ્રેમમાં પડે
તાજેતરમાં જ રવિનાએ ફિલ્મજ્ઞાન સાથે વાત કરી હતી જ્યાં તેણે પુત્રી રાશાને લવ લાઈફ અંગે સલાહ આપી હતી
રવિનાએ કહ્યું- અત્યારે ફક્ત અભ્યાસ અને કરિયર પર ધ્યાન આપો, વ્યક્તિએ તેના જીવનમાં થોડું વ્યવહારુ હોવું જોઈએ, અત્યારે યોગ્ય સમય નથી
યોગ્ય જીવનસાથી પસંદ કરતા પહેલા ઘણા લોકોને મળવું પડશે, તો જ મિસ્ટર રાઈટ પસંદ કરી શકાય છે પરંતુ કોઈ પણ સંબંધમાં ઉતાવળ સારી નથી
તેથી જ હું મારી પુત્રીને પણ તે જ કહેવા માંગુ છું તમારો સમય લો, ઉતાવળ કરશો નહીં. છોકરીઓ વિચારે છે કે લગ્ન કરવામાં મજા આવે છે
મહેંદી લગાવીશ, આ કપડાં પહેરીશ, મજા કરીશ પરંતુ લગ્ન એ મજાક નથી, એક પ્રતિબદ્ધતા છે
તેથી સમય કાઢો, વિચારો, સમજો અને પછી નક્કી કરો કે તમે કોની સાથે તમારું જીવન પસાર કરવા માંગો છો તે અંગે નક્કી કરો
રવિનાએ વધુમાં કહ્યું કે, હું નથી ઈચ્છતી કે તે મારી ભૂલોમાંથી શીખે, તેણે પોતાની ભૂલો જાતે કરવી જોઈએ અને તેમાંથી શીખવું જોઈએ
દીકરી સાથેના બોન્ડ પર રવિનાએ કહ્યું- હું બહુ ઓછી કડક છું અને મંદિર-કોન્સર્ટ-જંગલ ગમે ત્યાં સાથે ઘણી મુસાફરી કરીએ છીએ