અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીમાં નીતા અંબાણીએ પહેર્યું ઘરચોળું, જુઓ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 15 ફેબ્રુઆરીએ લગ્ન લખાયા હતા.

અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતાએ ગોલ્ડન કલરનો લહેંગો અને ચોળીનો સેટ પહેર્યો હતો.

જ્યારે રાધિકા મર્ચન્ટે અનામિકા ખન્નાએ ડિઝાઈન કરેલ કસ્ટમાઈઝ લહેંગો પહેર્યો હતો.

અનંત અંબાણીની બહેન ઈશા અંબાણીએ હૈવી એમ્બ્રોઈડરીમાં લહેંગા સ્કર્ટ અને ચોળી પહેરી હતી. 

નીતા અંબાણીએ ઘોરચોળું પહેર્યું હતું, જેમાં આરી, જરદોશી અને થ્રેડવર્ક ડેટેલિંગ હતી.

રિપોર્ટ્સ મુજબ, અનંત અને રાધિકાના લગ્ન જુલાઈ 2024માં થઈ શકે. માર્ચથી જ તેમની પ્રી-વેડિંગ સેરેમની ચાલુ થશે.

સમારોહમાં દુલ્હાના માતા નીતા અંબાણીએ પોતાના લૂકથી બધાને સરપ્રાઈઝ કરી દીધા હતા.