દીકરાના લગ્નમાં મુકેશ અંબાણી રમ્યા ડાંડિયા, એક જેવા કપડામાં દેખાયા વેવાઈ

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સો.મીડિયામાં છવાયેલા છે.

આ લગ્ન 12 જુલાઈએ થયા હતા, જેની ચર્ચા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઈ.

લગ્નની ઘણા અનસીન તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયા છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આવો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મુકેશ અંબાણી બંને વેવાણ-વેવાઈ સાથે ડાંડિયા રાસ રમતા દેખાય છે.

સામે આવેલી તસવીરમાં મુકેશ અંબાણી-નીતા અંબાણી ડાંડિયા રમી રહ્યા છે. દરમિયાન વહુ શ્લોકા અને તેની માતા પણ ત્યાં હાજર છે.

આ સાથે જ મુકેશ અંબાણીના વેવાઈ વીરેન મર્ચન્ટ અને તેમની પત્ની શૈલા મર્ચન્ટ પણ ડાંડિયા રમતા દેખાય છે.

દીકરાના લગ્નની ખુશી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. તમામ લોકો ડાંડિયાને એન્જોય કરી રહ્યા છે.