ફાડ્યું રાકેશ રોશનનું કાર્ડ, નહીં તો બનતી સલમાનની હિરોઈન, એક ભૂલથી કરિયર બરબાદ

Arrow

@Instagram

1995ની ફિલ્મ 'સુરક્ષા'થી ડેબ્યૂ કરનારી મોનિકા બેદીએ શોકિંગ ખુલાસો કર્યો છે.

Arrow

એક્ટ્રેસે હાલમાં જ એક ઈંટરવ્યૂમાં કહ્યું કે સુભાષ ઘાઈની હોળી પાર્ટીમાં તેની મુલાકાત રાકેશ રોશન સાથે થઈ હતી.

Arrow

મોનિકાએ કહ્યું, પાર્ટીમાં રાકેશ મારી પાસે આવ્યા, હું જાણતી હતી કે તે એક એક્ટર છે. મેં તેમની ફિલ્મો જોઈ હતી.

Arrow

'પણ હું એ ન્હોતી જાણતી કે તે ફિલ્મ ડાયરેક્ટર-પ્રોડ્યૂસર પણ છે. તે મારી પાસે આવ્યા. થોડી વાત કરી અને મને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું.'

Arrow

'કહ્યું કે કાલે મળવા આવજે. મને લાગ્યું કે તે પોતે એક્ટર છે મને કેમ મળવા બોલાવી રહ્યા છે. મને શંકા થઈ.'

Arrow

'એવામાં મેં તેમનું આપેલું કાર્ડ ફાડીને ફેંકી દીધું. થોડા મહિના પછી મારા મેનેજરે મને પુછ્યું કે તું કેમ તેમને મળવા ન્હોતા ગઈ?'

Arrow

'તે તને ફિલ્મ કરન અર્જુનના માટે બોલાવી રહ્યા હતા. મમતા કુલકર્ણી વાળો રોલ તને ઓફર કરવાના હતા જે સલમાન ખાનની સાથે હતી.'

Arrow

આપને જણાવી દઈએ કે મોનિકાને મનોજ કુમાર લોન્ચ કરવાના હતા, પણ જે ફિલ્મ તે બનાવી રહ્યા હતા તે આજ સુધી બની ના શકી.

Arrow

દોઢ વર્ષ સુધી મોનિકાને કોઈ કામ મળ્યું ન્હોતું. પણ બાદમાં તેણે ઘણી બોલીવુડની ફિલ્મોમાં કામ પણ કર્યું હતું.

Arrow