au 6

વિદેશી સુંદરીનો ભારતીય સાડીમાં 'મિસ વર્લ્ડ 2024'માં જલવો, લોકો દિલ આપી બેઠા

image
au 5

વર્ષ 2024માં 'મિસ વર્લ્ડ' બ્યૂટી પેજેન્ટનું આયોજન મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થયું હતું.

au 3

પેજેન્ટ માટે ભારત આવેલી વિદેશી મોડલ્સ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. જોકે જે વસ્તુઓ સૌનું ધ્યાન ખેંચ્યું છે તે 'મિસ ઓસ્ટ્રેલિયા' રહી ચૂકેલી ક્રિસ્ટીના રાઈટ છે.

au 1

ક્રિસ્ટીના રાઈટે 'મિસ વર્લ્ડ'માં સાડી પહેરીને રેમ્પ પર ઉતરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.

ક્રિસ્ટીના રાઈટે જાણીતી ડિઝાઈનર અર્ચના કોચરની ડિઝાઈન કરેલી લાઈટ બ્લ્યૂ કલરની સાડી પહેરીને રેમ્પ વોક કર્યું હતું.

વિદેશી સુંદરીનો દેશી અવતાર જોઈને ભારતીય ફેન્સ તેની સાદગી અને સુંદરતા પર દિલ હારી બેઠા હતા.

ક્રિસ્ટીનાની લાઈટ બ્લ્યૂ સાડી પર સિલ્વર કલરનું કામ કરેલું છે અને તેને વધુ સુંદર બનાવવા સાડીની બોર્ડર પર મિરર વર્ક કરાયું છે.

ક્રિસ્ટીનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, લોકો તેના મનમોહક અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.

Snapinstaapp_video_An8zzYIGeKccW2dYfqMXUmxDT-TVYy9vbJxDsptkiEdDJE4bIpKfXzU18nC66AbTzOBDr0rnpb2hsUdE2o5PMQcG

Snapinstaapp_video_An8zzYIGeKccW2dYfqMXUmxDT-TVYy9vbJxDsptkiEdDJE4bIpKfXzU18nC66AbTzOBDr0rnpb2hsUdE2o5PMQcG