બી ટાઉનના પોપ્યુલર કપલ મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) ના લગ્ન ક્યારે થશે, આ સવાલને લોકો 1000 વાર પૂછી ચૂક્યા છે.
ફેન્સને તેનો જવાબ તો નથી મળ્યો પરંતુ તેની સાથે સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેનાથી મલાઈકા અને અર્જુનના ફેન્સ માટે જોરદાર ઝટકો લાગી શકે છે.
વાસ્તવમાં હવે આ કપના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે.
ઘણા મીડિયો રિપોર્ટ્સ એવો દાવો કરી રહ્યા છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તેમના રિલેશનશિપને અહીં જ ખતમ કરવાનો નિર્ણય લઈ ચૂક્યા છે. બંનેએ પરસ્પર સહમતિથી બ્રેકઅપ કરી લીધું છે.
જોકે, તેમના અલગ થવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રેકઅપ બાદ પણ બંને વચ્ચે કોઈ ખટાશ નથી. સાથે જ બંને બ્રેકઅપને મેચ્યોરિટી સાથે હેન્ડલ કરી રહ્યાં છે.
વાસ્તવમાં, મલાઈકા અને અર્જુન ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને તેમના દિલમાં હજુ પણ એકબીજા માટે એટલો જ પ્રેમ અને આદર છે.