Kriti Sanon : આ મોંઘી વસ્તુઓની માલકીન છે કૃતિ સેનન
બોલિવૂડ એકટ્રેસ કંગના રનૌત અને એક્ટર ગોવિંદા બાદ હવે કૃતિ સેનન પણ લોકસભા ચૂંટણી 2024ને લઈને ચર્ચાઓમાં છે. એવું કહેવાઈ રહ્યું છે કે કૃતિ રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે.
હાલમાં જ તેમની ફિલ્મ 'ક્રુ' પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે, જેને લોકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
કૃતિ સેનને વર્ષ 2014માં ફિલ્મ 'હીરોપંતી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમને તેમની ફિલ્મ 'મિમી'ને લઈ બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
તેમણે તેમની મહેનતના દમ પર કરોડોની સંપત્તિ પણ બનાવી છે. રિપોર્ટ અનુસાર, તેઓ 75 કરોડ રૂપિયાની સંપત્તિની માલકીન છે.
કૃતિ સેનન મોટી બ્રાન્ડની જાહેરાતોમાંથી પણ કરોડોની કમાણી કરે છે. તે Appy Fizzની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
કૃતિ સેનન તેના પરિવાર સાથે મુંબઈમાં એક આલીશાન મકાનમાં રહે છે. તે ઘરની કિંમત લગભગ 60 કરોડની આસપાસ છે. આ ઘરમાં અનેક પ્રકારની મોંઘી અને એડવાન્સ ટેક્નોલોજી વસ્તુઓ ઉપલબ્ધ છે.
કૃતિ પાસે મોંઘી કારોનું કલેક્શન પણ છે. તેની પાસે SUV Audi Q7, મર્સિડીઝ-બેન્ઝ ઇ-ક્લાસ અને BMW 3-સિરીઝ છે.