'100 પગલાં'ની આ ટ્રિકથી ફિટ રહે છે કેટરીના, ડાયેલમાં શામેલ છે આ ખાસ ફૂડ
કેટરીના કૈફ પોતાની એક્ટિંગ, ડાંસિગ અને ફિટનેસ માટે જાણીતી છે તે પોતાની ડાયેટ અને લાઈફસ્ટાઈલને લઈને ખૂબ સાવચેત રહે છે.
પોતાની ન્યૂટ્રિશનિસ્ટ શ્વેતા શાહે હવે તેની ડાયેટ અને ફિટનેસને લઈને કેટલાક ખુલાસા કર્યા છે.
શ્વેતાએ જણાવ્યું કે કેટરીના પોતાના શરીરની જરૂરિયાતના હિસાબથી ડાયેટ પસંદ કરે છે, તેણે જણાવ્યું કે આયુર્વેદ પર તેને ખૂબ વિશ્વાસ છે.
ન્યૂટ્રિશનિસ્ટે જણાવ્યું કે કેટરીના દિવસમાં બે વખત ખાય છે. આયુર્વેદમાં પણ બે વખત ખાવાને ફીટ રહેવા સાથે જોડાયું છે. કેટરીના દરેક મીલની વચ્ચે 6 કલાકનું અંતર રાખે છે, તેનાથી ખોરાક યોગ્ય રીતે પચે છે.
એક્ટ્રેસ બસ ઘરનું જ ભોજન લે છે અને બહાર જતા સમયે પણ પોતાના સાથે ફૂડ લઈને જાય છે, જેથી બહારનું ન ખાવું પડે.
કેટરીના કાળી દ્રાક્ષ અને વરિયાળી નિયમિત રીતે પીવે છે. ક્યારેક જ્યૂસ ન મળે તો તે પુદીનો, કોથમીર અને આમળાનું જ્યૂસ પીવે છે.
કેટરીના પોતાના ફૂડની સાથે પ્રયોગ કરવાના બદલે એક જ પ્રકારનું ફૂડ ખાવાનું પસંદ કરે છે.
કેટરીના દરેક મીલ બાદ 100 ડગલા ચાલે છે, આયુર્વેદમાં તેને શતપાવલી કહેવાય છે, જેના ઘણા ફાયદા છે.
ખોરાક બાદ ઓછામાં ઓછા 100 ડગલા ચાલવાથી ખોરાક પચવાનો શરૂ થાય છે, બ્લડ સુગર લેવલ ઘટે છે અને જલ્દી વેઈટ લોસમાં મદદ મળે છે.