હાર્દિક પંડ્યાને ડેટ કરી રહી છે અનન્યા પાંડે? સત્ય સામે આવ્યું
હાર્દિક પંડ્યા લગ્નના 4 વર્ષ બાદ પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થઈ ગયા છે. બંન્નેનો એક પુત્ર પણ છે, જેને તેઓ સાથે મળીને ઉછેરશે.
નતાશા-હાર્દિકની જોડીના અલગ થયા બાદ ફેન્સ અપસેટ છે. પરંતુ આ દરમિયાન અનન્યા પાંડે સાથે હાર્દિક પંડ્યાનું નામ જોડાતા ઘણાને આશ્ચર્ય થયું છે.
અનંત અંબાણીના લગ્નમાં જે રીતે હાર્દિક અને અનન્યા એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા, તેમની કેમેસ્ટ્રી તરત જ વાયરલ થઈ ગઈ.
આ વચ્ચે ફેન્સે નોટિસ કર્યું કે હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડેએ એક બીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. આ કારણે તેમની ડેટિંગની અફવાઓએ વેગ પકડ્યો છે.
બોલિવૂડ લાઈફે પોતાના રિપોર્ટમાં અનન્યા પાંડેની ફ્રેન્ડને ટાંકીને એકટ્રેસના હાર્દિક પંડ્યા સાથેના સંબંધો વિશે સત્ય જણાવ્યું છે.
તેમનું કહેવું છે કે, અનન્યા પાંડે અને હાર્દિક પંડ્યાએ અનંત અંબાણીના લગ્નમાં ઘણો સમય સાથે વિતાવ્યો હતો. અનન્યા આવી જ છે. તે જેને પણ મળે છે ફ્રેન્ડલી થઈ જાય છે.
મોટાભાગના લોકો સાથે તે જલદી હળીભળી જાય છે. અનંત અંબાણીના લગ્ન ખુશીની ક્ષણ હતી. બધા જ એન્જોય કરી રહ્યા હતા તેવું તેમણે જણાવ્યું છે.
જે પણ હાર્દિક અને અનન્યાની વચ્ચે રોમેન્ટિક એન્ગલ શોધી રહ્યા છે, તેમને જણાવી દઉં કે અનન્યા પાંડે હાલમાં પોતાના કામ પર ફોકસ કરી રહી છે. તેની પાસે ઘણી ફિલ્મો અને OTT પ્રોજેક્ટ્સ લાઈનમાં છે.
તે પોતાની એનર્જી કરિયર પર ફોકસ કરવામાં લગાવવા માંગે છે. તેથી અનન્યા અને હાર્દિક બંને રિલેશનશિપમાં હોવાની તમામ સ્ટોરીઓ પાયાવિહોણી છે.
અનન્યાની લવ લાઈફ વિશે વાત કરીએ તો થોડા સમય પહેલા જ તેનું આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ થયું છે. આ પહેલા તે ઈશાન ખટ્ટર સાથે રિલેશનમાં હતી.