49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાની સુંદરતા અને ફિટનેસ માટે જાણીતી છે.
તે 49 વર્ષની છે, પરંતુ તેની સ્કીન અને ફિગર જોઈને તમારા માટે ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.
આ ઉંમરે પણ શિલ્પા શેટ્ટી યુવાન છે અને સુંદર દેખાય છે, જેની પાછળ તેની અથાગ મહેનત છે.
અહીં અમે તમને શિલ્પાની કેટલીક એવી આદતો વિશે જણાવીશું જે તેની જેમ ફિટનેસ અને સ્કીન માટે તમને મદદ કરી શકે છે.
શિલ્પા પોતાના દિવસની શરૂઆત ગરમ પાણીના ગ્લાસથી કરે છે, જેમાં તે ઘણીવાર એક ચમચી ઘી, અડધી ચમચી હળદર, સૂઠ અને ચમટી મરી પાઉડર નાખે છે.
આ બધી વસ્તુ પાચનતંત્રને મજબૂત કરવા વપરાય છે. તેનાથી મેટાબોલિઝન વધારવામાં મદદ મળે છે. સાથે તમારી સ્કીન અંદરથી સાફ થાય છે અને હેલ્થી રહે છે.
તે નાસ્તામાં ઈંડા, એવાકાડો ટોસ્ટ, રાત્રે પલાળેલા ઓટ્સ, બદામ, સોયા મિલ્ક જેવી વસ્તુ બદલી-બદલીને સેવન કરે છે. ચીયા સીડ્સ અને એવાકાડો શરીરના હાનિકારક ફ્રી રેડિકલ્સથી લડે છે અને સ્કીનને યુવાન રાખે છે.
બપોરે ભોજનમાં તે ઘરે બનેલું ફૂડ ખાય છે, જેમાં દાળ, શાકભાજી, સીફૂડ, ભાત જેવી વસ્તુ હોય છે.
તે સાંતે 7 વાગ્યા બાદ કંઈ નથી ખાતી આથી તે પહેલા ડિનરમાં તે પ્રોટીન સૂપ અને શાકભાજી અથવા માત્ર ખીચડી જેવું વસ્તુ ખાય છે. શિલ્પા તળેલું અને ગળું ખાવાનું ટાળે છે.