firstladyofcorporateindia11605955686

Nita Ambani કેવી રીતે બન્યા અંબાણી પરિવારની વહુ?

image
07nita ambani2

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલકીન નીતા અંબાણીને કોણ નથી ઓળખતું? મોંઘા કપડાથી લઈને કિંમતી જ્વેલરી અને શાનદાર સ્ટાઈલિંગના કારણે નીતા અંબાણી હંમેશા હેડલાઈન્સમાં રહે છે.

Screenshot 2024 04 08 143940

પરંતુ શું તમે જાણો છો કે મધ્યમવર્ગીય પરિવારની દીકરી કેવી રીતે અંબાણી પરિવારની વહુ બની? તેઓએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ અંગે ખુલાસો કર્યો હતો.

Screenshot 2024 04 08 144428

નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમની પહેલી મુલાકાતનો કિસ્સો શેર કર્યો હતો.

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, જ્યારે તેમને ધીરુભાઈ અંબાણીનો ફોન આવ્યો ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. તેમને લાગ્યું કે કોઈ તેમની મજાક કરી રહ્યું છે.

તેઓએ કહ્યું હતું કે, મારી પરીક્ષા હતી અને હું વાંચી રહી હતી. ત્યારે એક ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિએ કહ્યું કે હું ધીરુભાઈ અંબાણી બોલી રહ્યો છું. મને લાગ્યું કોઈ મજાક કરી રહ્યું છે.

'મેં ફેક કોલ સમજીને ફોન કાપી નાખ્યો, તો ફરી ફોન આવ્યો અને મને ઘણો ગુસ્સો આવ્યો. મેં તેમને કહ્યું કે જૂઠુ ન બોલો અને ફોન મૂકો.'

નીતા અંબાણીએ કહ્યું હતું કે, જ્યારે ત્રીજીવાર ફોન આવ્યો ત્યારે મારા પિતાએ ફોન ઉપાડ્યો. જે બાદ મારા પિતાએ મને કહ્યું કે નીતા આ હકીકતમાં ધીરુભાઈ અંબાણી છે. આ કહાની આવી રીતે શરૂ થઈ હતી.

આપને જણાવી દઈએ કે અંબાણી પરિવારની વહુ બનવા માટે નીતા અંબાણીએ કેટલીક શરતો રાખી હતી. જેને અંબાણી પરિવારને માની લીધી હતી.