અલકા યાજ્ઞિકને થઈ આ દુર્લભ બિમારી, કાનથી સંભળાતું બંધ થયું
બોલિવૂડની જાણીતી સિંગર અલકા યાજ્ઞિકના અવાજના સૌ કોઈ ફેન છે. સિંગરને હંમેશા ફેન્સનો પ્રેમ મળ્યો છે.
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો અલકા યાજ્ઞિકે હવે એક દુર્લભ બીમારોનો ખુલાસો કર્યો છે, જે બાદ સૌ કોઈ હેરાન છે.
અલકા યાજ્ઞિકે પોતાની લેટેસ્ટ પોસ્ટમાં જણાવ્યું કે, વાઈરલ એટેક બાદ તેને એક દુર્લભ ન્યૂરો સમસ્યા થઈ, જેના કારણે તેની સાંભળવાની ક્ષમતા જતી રહી છે.
સિંગરે પોસ્ટમાં જણાવ્યું કે, થોડા અઠવાડિયા પહેલા ફ્લાઈટથી બહાર આવ્યા બાદ તેને અચાનક અહેસાસ થયો કે તે સાંભળી નથી શકતી.
ડોક્ટર્સે સિંગરને કહ્યું કે, વાઈરલ એટેકના કારણે તેમને દુર્લભ સેન્સરી નર્વ હિયરિંગ લોસ થયો છે. સિંગરે કહ્યું- તે શોકમાં છે અને તેને સ્વીકારવાનો પ્રયાસ કરી રહી છે.
અલકા યાજ્ઞિકે ફેન્સને અપીલ કરી છે કે તેના માટે પ્રાર્થના કરે. સિંગરની પોસ્ટ પર ફેન્સ સહિત ઘણા સ્ટાર્સ પણ હિંમત રાખવાની વાત કરી રહ્યા છે.
અલકાની પોસ્ટ પર સોનુ નિગમે કહ્યું- મને લાગી રહ્યું હતું કે કંઈતો ખોટું છે. હું પાછો આવીને તમને મળવા આવીશ. ભગવાન તમને જલ્દી સાજા કરે.
તો ઈલા અરુણે લખ્યું- સાંભળીને ખૂબ ખરાબ લાગ્યું. બેસ્ટ ડોક્ટર્સ પાસેથી સારવાર કરાવીને તમે સાજા થઈ જશો અને અમે તમારો મધુર અવાજ સાંભળી શકીશું.