જ્યારે જેલમાં ગયો હતો સલમાન ખાન, જાતે સાફ કરવું પડતુ બાથરૂમ
@Social Media
બિગ બોસનો ફિનાલે થઈ ચુક્યો છે, એલ્વિશ યાદવ વિનર જાહેર થઈ ચુક્યો છે. શોના હોસ્ટ રહેલા સલમાને રિઝલ્ટ જાહેર કર્યું.
આ એપિસોડ દરમિયાન બિગ બોસ ઓટીટી 2ના ગત દિવસોનો ઉલ્લેખ થયો. સાથે જ ઘરનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું હતું.
આ જોઈ સલમાન ખાને કહ્યું કે આ સીઝનમાં ઘરને જેટલું સાફ રાખવામાં આવ્યું આવું પહેલા ક્યારેય નથી થયું.
સલમાને બિગ બોસ હાઉસના વૉશ રૂમની પણ ચકાસણી કરી અને કંટેસ્ટેંટ્સની સરાહના કરતા કહ્યું કે તમે લોકોએ બાથરૂમ ખુબ ક્લીન રાખ્યું છે.
સાથે જ સલમાને કહ્યું કે તેણે પણ બોર્ડિંગ સ્કૂલના દિવસોમાં પોતાના કામ પોતે જ કર્યા છે. જ્યારે જેલમાં હતો ત્યારે પણ બાથરૂમની સફાઈ કરી છે.
સલમાને કહ્યું- 'મેં બાથરૂમ ક્લિન કર્યું છે. હું બોર્ડિંગ સ્કૂલમાં હતો. મારી આદતમાં હતું કે પોતાનું કામ પોતે કરવું, પછી જેલ ગયો, ત્યારે પણ જાતે જ બધુ કરતો હતો.'
ઘરને સાફ રાખવા માટે એક્ટરે પૂજા ભટ્ટની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, 'કોઈ કામ નાનું મોટુ નથી હોતું. તમને બધુ કામ કરતા આવડવું જોઈએ'
આ સાથે જ સલમાનને કૃષ્ણા અભિષેકે પૂછ્યુ કે તમારી સફળતા પાછળ કેટલી મહિલાઓનો હાથ છે?
તેના પર સલમાને કહ્યું- ચાર, મારી બે માતા અને બે બહેનો. એક્ટરના આ જવાબથી બધા જ ઈમ્પ્રેસ થઈ ગયા.
બિગ બોસ ઓટીટી 2 તો ઓવર થઈ ગયું છે. હવે મેકર્સ જલ્દી જ ટીવી પર એર થનારા બિગ બોસ 17ની તૈયારી છે. તેને પણ સલમાન જ હોસ્ટ કરશે.