અંબાણીના મહેમાનોને અપાશે સોનાના વરખવાળું આ ખાસ પાન

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આજે 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાઈ જશે.

અનંત અને રાધિકાના લગ્નમાં દેશભરના અલગ-અલગ પ્રદેશોની ખાસ ડિશ મહેમાનો પીરસવામાં આવશે.

પાનના સ્ટોલ વિના ભારતીય લગ્ન અધૂરા છે. એવામાં અનંતના લગ્નમાં મહેમાનોને ફેમસ બનારસી પાન પણ અપાશે.

આ માટે વારાણસીના ફેમસ પાનની દુકાન રામચંદ્ર પાનના વિક્રેચા લગ્નના સમારોહમાં પહોંચી ગયા છે.

પાન વિક્રેતા અશોક ચૌરસીયાને લગ્નમા ખાસ તૈયાર પાન પીરસવાની જવાબદારી સોંપવામાં આવી છે.

તેમના પુત્ર રાઘવ ચૌરસીયાએ જણાવ્યું કે, અનંત અંબાણીના લગ્નમાં સોનાના વરખવાળા પાન આપવામાં આવશે.

આ પાન 200 રૂપિયાથી 1200 રૂપિયા સુધીમાં વેચાય છે, તેમાં હોમમેડ મસાલા અને કાથાનો ઉપયોગ થાય છે.

હાલમાં જ નીતા અંબાણી કાશી વિશ્વનાથમાં દર્શન કરવા વારાણસી પહોંચ્યા હતા. દરમિયાન તેમણે રામચંદ્ર પાનની દુકાન પર બનારસી પાનનો સ્વાદ માણ્યો હતો.

એવામાં તેમણે રામચંદ્ર પાનના વિક્રેતાને અનંત અંબાણીના લગ્નમાં પાન માટે આમંત્રિત કર્યા હતા.