Anant Ambani ના સાસુ પણ છે ખાસ... પોતે ચલાવે છે આટલો મોટો બિઝનેસ

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટ જામનગરમાં સંપન્ન થઈ.

આ ઈવેન્ટમાં આખી અંબાણી ફેમિલી જોવા મળી. જેમાં રાધિકાનો પરિવાર પણ લાઈમલાઈટમાં આવ્યો હતો. 

અનંતની થનારી પત્ની રાધિકાના પિતા વીરેન મર્ચેન્ટની સંપન્નતા મુકેશ અંબાણીના બીજા બે વેવાઈથી ઓછી નથી.

Viren Merchant હેલ્થકેર કંપની એનકોર (Encore)ના સીઈઓ છે અને લગભગ 750 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિના માલિક છે.

અનંત અંબાણીના સાસુ શૈલા મર્ચન્ટ પણ બિઝનેસ વૂમન છે અને એનકોરમાં મુખ્ય નિર્દેશક છે.

શૈલા મર્ચન્ટ ઘણી કંપનીઓમાં ડાયરેક્ટર પદે કામ કરી ચૂકી છે. તેમાં અથર્વ ઈમ્પેક્સ પ્રા.લિ., હવેલી ટ્રેડર્સ પ્રા.લિ. સામેલ છે.

શૈલા મર્ચન્ટે 90ના દાયકામાં કરોડપતિ બિઝનેસમેન વીરેન મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં બંનેએ 2002માં એનકોર હેલ્થકેરની સ્થાપના કરી.

લગભગ 2000 કરોડની કંપની Encoreની એમડી શૈલાની નેટવર્થ વિશે વાત કરીએ તો આ 10 કરોડ રૂપિયા છે.