શાર્ક ટેન્ક ઈન્ડિયાના 8 જજમાંથી કોણ સૌથી વધુ ધનિક? જાણો કોના પાસે કેટલા રૂપિયા

5 jan 2023

બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયાની ત્રીજી સીઝનમાં બે નવા જજ સામેલ થયા છે.

શોના 8 જજ પાસે કરોડોની સંપત્તિ છે, આવો જાણીએ શોમાં નવા-નવા આન્ત્રપ્રિન્યોરને ફંડ આપનારા જજ કેટલા અમીર છે.

CarDekho.com ના ફાઉન્ડર અમિત જૈન સૌથી અમીર જજ છે. તેમની પાસે લગભગ 3000 કરોડની સંપત્તિ છે.

તો OYO હોટલ્સના માલિક રિતેશ અગ્રવાલ પાસે કુલ 1600 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

ફાઈનાન્સિયલ એક્સપ્રેસ મુજબ, Boatના CEO અમન ગુપ્તાની નેટવર્થ લગભગ 700 કરોડ રૂપિયા છે.

Zomato ના CEO દીપિંદર ગોયલ પણ આ શોમાં જોડાયેલા છે. તેમની સંપત્તિ 2030 કરોડ રૂપિયાની છે.

લેન્સકાર્ડના પીયૂષ બંસલની કુલ સંપત્તિ 600 કરોડ રૂપિયા કહેવાય છે.

Sugar કોસ્મેટિક્સની વિનીતા સિંહની કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયાની છે.

એમક્યોર ફાર્મા કંપનીની માલિકી નમિતા થાપર પાસે કુલ 600 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

Shaadi.com ના માલિક અનુપમ મિત્તલની કુલ સંપત્તિ 185 કરોડ રૂપિયા છે. તેમણે 220થી વધુ કંપનીમાં રોકાણ કર્યું છે.