ashwariya

ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!

image
4ac63c7a03cfdc10bdd6b6bb134c3cb2

હંમેશા ભારતીય સિનેમામાં એક્ટરને વધુ મહત્વ આપવામાં આવતું રહ્યું છે, જ્યારે અભિનેત્રીઓ ગમે તેટલી પ્રતિભાશાળી હોય, તેને અભિનેતાઓથી પાછળ જ માનવામાં આવે છે.

download 1

ફીના મામલે પણ એક્ટ્રેસને પોતાના કો-સ્ટાર એક્ટરની સરખામણીમાં ઓછી ફી મળે છે, પરંતુ હવે ઘણું બધું બદલાઈ રહ્યું છે.

3e35e464b8a94bcc16bb8345ba73885a3674d

આજે ઘણી ટોચની અભિનેત્રીઓ આ મામલામાં પુરુષ અભિનેતાઓને ટક્કર આપી રહી છે. ઘણી અભિનેત્રીઓ હવે એક્ટર કરતા પણ વધુ અમીર છે.

ભારતની સૌથી અમીર એક્ટ્રેસ બીજી કોઈ નહીં પરંતુ ઐશ્વર્યા રાય છે. ઐશ્વર્યા 862 કરોડ રૂપિયા (105 મિલિયન ડોલરથી વધુ)ની કુલ નેટવર્થ સાથે ભારતની સૌથી અમીર અભિનેત્રી છે.

ઐશ્વર્યાની અધધ સંપત્તિ સામે પ્રિયંકા ચોપરા (રૂ. 650 કરોડ), આલિયા ભટ્ટ (રૂ. 550 કરોડ), દીપિકા પાદુકોણ (રૂ. 500 કરોડ), કરીના કપૂર (રૂ. 485 કરોડ), કેટરીના કૈફ (રૂ. 250 કરોડ) ઘણી પાછળ છે.

ઐશ્વર્યા હવે બહુ ઓછી ફિલ્મો કરે છે, પરંતુ અહેવાલો અનુસાર, ઐશ્વર્યા એક ફિલ્મના રૂ.10 કરોડ ચાર્જ કરે છે.

રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યાની સંપત્તિ તેના પતિ અભિષેક બચ્ચન કરતાં પણ ત્રણ ગણી વધુ છે. અભિષેકની કુલ સંપત્તિ 280 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.