આદિપુરુષ પર ઉતર્યો અરુણ ગોવિલનો ગુસ્સોઃ કહ્યું- આસ્થા સાથે રમત ખોટી

Arrow

@fb/govilarun52 @fb/AdipurushOfficial

16 જુને પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થઈ ચુકી છે. રિલીઝ થવા સાથે જ સ્ટોરી અને ડાયલોગ્સને લઈને વિવાદો પણ થયા છે.

Arrow

'રામાયણ'ના 'રામ' એટલે કે અરુણ ગોવીલે પણ ફિલ્મને લઈને નારાજગી વ્યક્ત કરી છે.

Arrow

એબીપી સાથેની વાયચિતમાં તેમણે કહ્યું, 'રામાયણ એક આસ્થા છે, જેની સાથે કોઈ પ્રકારની રમતને સ્વીકાર કરાશે નહીં.'

Arrow

'તેને મોડર્નિટી અને પૌરાણિક્તા કહેવું ઠીક નથી. સ્પેશ્યલ ઈફેક્ટ્સને હટાવી દો પણ જે કિરદારોને ઠીક રીતે રજુ ના કરાયા તે ચિંતાનો વિષય છે.'

Arrow

તેમણે કહ્યું 'રામ-સીતા-હનુમાનને મોડર્નિટી અને પૌરાણિક્તાના આધાર પર વહેંચી શકાય નહીં. તે આદી છે, અનંત છે. ત્રણેય સ્વરૂપ પહેલા જ નક્કી છે તો તે ફિલ્મમાં કેમ નથી?'

Arrow

'મેકર્સે મૂળ ભગવાનને છોડીને ફિલ્મ બનાવી, ખબર નથી તેઓ શું સાબિત કરવા માગતા હતા. જો આ ફિલ્મ બાળકો માટે છે તો તેમને પુછવું જોઈએ કે કેવી લાગી?'

Arrow

'જે રીતે ડાયલોગ્સ છે, મને આ પ્રકારની ભાષા યોગ્ય નથી લાગતી. મેં ક્યારેય આવી ભાષામાં વાત નથી કરી, રામાયણમાં આવા સંવાદ અયોગ્ય છે.'

Arrow

'આ ફિલ્મ હોલિવુડથી પ્રેરિત એક કાર્ટૂન ફિલ્મ લાગી રહી છે. ફિલ્મના સ્ટાર્સની કોઈ ભુલ નથી. તેમનું કેરેક્ટર મેકર્સ ડિસાઈડ કરે છે.'

Arrow

અરુણ ગોવિલે કહ્યું, ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે તેમની સલાહ માગી હતી, જેમાં તેમણે રામાયણની મૂળ ભાવનાને સાચવવાની સલાહ આપી હતી.

Arrow

જોકે મેકર્સે તેમની વાત ના માની અને એવી જ ફિલ્મ બનાવી જે તેઓ બનાવવા માગતા હતા.

Arrow