'દ કેરલ સ્ટોરી' ફેમ એક્ટ્રેસને થઈ અજીબ એલર્જી, હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ, આપી હેલ્થ અપડેટ

Arrow

@Instagram

ફિલ્મ 'દ કેરલ સ્ટોરી'ની એક્ટ્રેસ અદા શર્માએ પોતાની હેલ્થ અપડેટ શેર કરી છે. તેણે કહ્યું કે તેને એલર્જી થઈ ગઈ હતી.

Arrow

અદા શર્મા હાઈવ્સ નામની એલર્જીથી પરેશાન હતી. તેના કારણે તે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આટલું જ નહીં તેને એલર્જીની દવાઓથી પણ રિએક્શન આવ્યું હતું.

Arrow

સોશ્યલ મીડિયા પર અદા શર્માએ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં તેના શરીર પર મોટા મોટા ચક્તા અને લાલ નિશાન દેખાય છે.

Arrow

તેના હાથ પર મોટા ચક્તાની તસવીર શેર કરતા તેણે પોતાના ફેંસ અને અન્ય ખબર પુછનારાઓનો આભાર માન્યો.

Arrow

તેણે એવું પણ કહ્યું કે જો કોઈને સ્કિન પર નિશાન જોઈ સમસ્યા થાય તો તે મારી આ તસવીરો ના જુઓ. બસ તે પોતાના ફેંસ સાથે શેર કરવા માગતી હતી.

Arrow

અદાએ એલર્જી અંગે લખ્યું, 'મને ગત કેટલાક દિવસથી હાઈવ્સની સમસ્યા થઈ રહી હતી. મારા હાથ પર ચાઠાના કારણે મેં ફુલ સ્લીવ્સ પહેરવાની શરૂ કરી પણ પછી મારા ચહેરા પર થવા લાગ્યા'

Arrow

તેણે કહ્યું, તો મેં તેના માટે દવા લીધી અને બાદમાં મને ખબર પડી કે આ દવાથી પણ મને એલર્જી છે.

Arrow

તેણે કહ્યું કે તે બીજી દવા અને ઈંજેક્શન લઈ રહી છે. એક્ટ્રેસે પોતાની માતાને વાયદો કર્યો કે તે પોતાની હેલ્થનું ધ્યાન રાખશે.

Arrow