એક્ટરે નવી ખરીદેલી વિન્ટેજ કાર 17 કલાકમાં ચોરાઈ ગઈ, ટ્રેક કરવી મુશ્કેલ

એક્ટર કરણ કુંદ્રાએ બુધવારે નવી કાર સાથે પોઝ આપ્યો હતો, હવે આ કાર મળી રહી નથી.

એક્ટરે પરેશાન થઈને ઈન્સ્ટા સ્ટોરી પર પોતાના મિત્રોને વિનંતી કરી રહ્યો છે કે આ મજાકની વાત નથી. તેની કાર નથી મળી રહી.

કરણ કુંદ્રાએ કહ્યું, તે કારને હજુ સરખી ચલાવી પણ નહોતી. જો કોઈ મિત્રએ મજાકમાં કાર ઉઠાવી હોય તો પ્લીઝ પાછી કરી દો.

એક્ટર મુજબ, તે કારમાં કોઈ સિક્યોરિટી સિસ્ટમ નથી, ટ્રેકિંગ-કેમેરા પણ નહીં. જેણે પણ કાર ગાયબ કરવાનો મજાક કર્યો, આ ફની નથી.

બુધવારે કરણ કુંદ્રાએ નવી કાર સાથે પોઝ આપ્યા હતા. આ એક વિન્ટેજ કાર હતી.

જો કરણ કુંદ્રાના મિત્રો તેની સાથે મજાક કરી રહ્યા છે તો આશા છે કે તેને કાર જલ્દી પાછી મળી જશે.

પ્રોજેક્ટ્સની વાત કરીએ તો કરણ કુંદ્રાની ફિલ્મ 'તેરા ક્યા હોગા લવલી' 8 માર્ચે રિલીઝ થવાની છે.