સુનિલ શેટ્ટી નાના બનવાના છે! કે.એલ રાહુલ-આથિયા જલ્દી બેબીનું વેલકમ કરશે? આપી હિંટ

એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ રાહુલે જાન્યુઆરી 2023માં લગ્ન કર્યા. લગ્નના 1 વર્ષ બાદ બંને પેરેન્ટ બનાવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

કલર્સ ટીવી પર 'ડાંસ દીવાને' શોના જજ સુનિલ શેટ્ટીએ આથિયા અને કે.એલ રાહુલના પેરેન્ટ્સ બનવાની હિંટ આપી છે.

સો.મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સુનિલ શેટ્ટી કહે છે આવતા વર્ષે તે નાના બનીને સ્ટેજ પર આવશે.

તેના પર ભારતી કહે છે, આ મેચ નહીં થાય સર. તમારે ગ્રાન્ડપેરેન્ટ્સના હિસાબથી થોડું ઝૂકવું પડશે અને એક-બે દાંત પણ પડાવવા પડશે.

જણાવી દઈએ કે આથિયા અને કે.એલ રાહુલના પ્રેગ્નેન્સી પર હજુ સુધી કોઈ કન્ફર્મેશન આવ્યું નથી. 

ફેન્સને જ્યારે સુનિલ શેટ્ટીએ હિન્ટ આપી તો તેમને સમજ આવી ગયું કે આગામી સમયમાં બંને ખુશખબર આપી શકે છે.

કે.એલ રાહુલની વાત કરીએ તો હાલમાં તે IPLમાં વ્યસ્ત છે. તો આથિયા તેને સ્ટેડિયમમાં ચિયર કરતી જોવા મળી છે.