રેલવેના આ 6 સ્ટોક્સ ફરી રોકેટ બન્યા, 2 દિવસમાં આવી તોફાની તેજી!

4 જૂને ભારે ઘટાડા બાદ શેર માર્કેટ રિકવરીના મૂડમાં દેખાઈ રહ્યું છે. પાછલા બે દિવસમાં સેન્સેક્સમાં લગભગ 3000 પોઈન્ટ વધ્યો છે.

આ વચ્ચે રેલવે સ્ટોક્સમાં ભારે તેજી જોવા મળી રહી છે. IRFCથી લઈને રેલ વિકાસ નિગમના શેર ઉડાણ ભરી રહ્યા છે.

IRFCના શેર 4 જૂને 20 ટકા તૂટ્યા અને આ બાદ બુધવારે સ્થિર રહ્યો. જોકે ગુરુવારે તેમાં 4.36%ની તેજી આવી છે.

તો ટીટાગઢ રેલ સિસ્ટમના શેર 4-5 દિવસમાં 30 ટકાથી વધુ તૂટ્યા હતા. આજે આ સ્ટોક 4.70% વધીને 1172 રૂપિયા વધી ગયા.

Texmaco railના શેર 2 દિવસમાં 17 ટકા તૂટ્યા છે. આજે શેરમાં 4.74 ટકાનો ઉછાળો આવ્યો છે.

રેલટેલ કોર્પોરેશનના શેરમાં આજે 6 ટકાથી વધુ તેજી આવી છે. જ્યારે 4-5 જૂને આ શેરમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે.

રેલ વિકાસ નિગમના શેરમાં આજે 4.34 ટકાનો વધારો થયો છે, જ્યારે 4 જૂને તેના શેર 20 ટકા તૂટ્યા અને 5 જૂને 1.3 ટકા વધ્યા હતા.

IRCTCના શેર આજે 6 ટકા વધ્યા છે. 4 જૂને તેના શેર 15 ટકા તૂટ્યા હતા અને બુધવારે તેના શેરમાં 1 ટકાનો ઘટાડો થયો હતો.