દીકરીના લગ્ન કે અભ્યાસ માટે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? આ છે પ્રોસેસ

જો તમે નોકરી કરતા હોય તો તમારું PF એકાઉન્ટ જરૂર હશે.

PF એકાઉન્ટમાં દર મહિને એમ્પ્લોયી અને એમ્પ્લોયર બંને તરફથી પૈસા જમા થાય છે.

દીકરાના અભ્યાસ, લગ્ન અથવા કોઈ જરૂરી કામ માટે તમે સરળતાથી પૈસા કાઢી શકો છો. આવો જાણીએ તેની પ્રોસેસ.

સૌથી પહેલા EPFOની વેબસાઈટ https://unifiedportal-mem.epfindia.gove.in/memberinterface પર જાઓ.

અહીં જઈને પોતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) નંબર પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને લોગિન કરો.

આ બાદ મેનેજ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં KYCની તપાસ કરો.

આ બાદ ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરીને તમે Form-31, 19 અથવા 10C પર ક્લિક કરો.

અહીં તમને ઘણા ઓપ્શન જોવા મળશે તેમાં પોતાની સુવિધા મુજબ ઓપ્શન પસંદ કરો.

આ બાદ તમારે ક્લેઇમ ફોર્મ ભરવાનું રહેશે. થોડા દિવસોમાં તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે.