'શેઠાણી' નીતા અંબાણીએ દેખાડી દરિયાદિલી, ચારેકોર થઈ રહ્યા છે વખાણ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે માત્ર એક જ દિવસ બાકી છે. 12 જુલાઈના રોજ બંને સાત ફેરા ફરીને જીવનની નવી સફર શરૂ કરશે.
લગ્ન પહેલા અંબાણી પરિવારે અનંત-રાધિકા માટે એન્ટીલિયામાં શિવ-શક્તિ પૂજા રાખી. ગઈકાલે મહેંદી સેરેમની પણ સેલિબ્રેટ કરવામાં આવી હતી, જેમાં ઘણા મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા.
આ દરમિયાન નીતા અંબાણીએ ત્યાં હાજર પૈપ્સના ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે જય શ્રી કૃષ્ણ કહીને વાતચીત શરૂ કરી.
નીતા અંબાણીએ બે હાથ જોડીને તમામ પેપ્સનું સ્વાગત કર્યું. આ પછી તેમણે તેમને કહ્યું કે ઘરે અત્યાર પૂજા થઈ છે. હું તમારા માટે પ્રસાદ મોકલાવું છું. બધા પ્રસાદ લઈને જજો.
નીતા અંબાણીએ ચાલુ વરસાદમાં ફોટા પાડી રહેલા ફોટોગ્રાફર્સનો પણ આભાર માન્યો. તેમની મહાનતા જોઈને માત્ર પાપારાઝી જ નહીં પરંતુ તમામ ફેન્સ પણ ખુશ થઈ ગયા છે.
ફેન્સનું કહેવું છે કે દીકરાના લગ્નના ફંક્શનમાં વ્યસ્ત હોવા છતાં નીતા અંબાણી જે રીતે વ્યક્તિગત રીતે પાપારાઝીની ખબર પૂછવા માટે આવ્યા હતા, તે પ્રશંસનીય છે.
નીતા અંબાણીની નમ્રતા અને ખાનદાની દર્શાવે છે કે શા માટે તેઓ વિશ્વના સૌથી સફળ બિઝનેસવુમન છે.