ભારત વિશ્વનો સૌથી મોટો ચા ઉત્પાદક (Tea Production) દેશ છે. જોકે એ અલગ વાત છે કે અન્ય દેશોની સરખામણીએ માત્ર ભારતમાં જ 70 ટકા જેટલી ચા પીવામાં આવે છે. પરંતુ, આ પછી પણ ભારતની ચા ઘણા દેશોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
આજે અમે આપને કેટલાક એવા લોકો વિશે જણાવીશું, જેઓ ચા વેચીને લાખો-કરોડો રૂપિયા કમાય છે.
ચાઈ પોઈન્ટના ફાઉન્ડર અને CEO અમૂલિક સિંહ બિજરાલ (Amuleek Bijral)એ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. 2010માં શરૂ કરવામાં આવેલ ચાઈ પોઈન્ટના આજે 150થી વધારે આઉટલેટ્સ છે અને તેની રેવેન્યુ 150 કરોડથી વધારે છે.
ઈન્દોર ગર્લ્સ કોલેજ ખાતેથી પોતાની ચાની ટપરી સ્ટાર્ટ કરનાર અનુભવ દુબેના આજે ભારતની સાથે-સાથે વિદેશોમાં પણ ચાય સુટ્ટા બારના આઉટલેટ ખુલ્યા છે. અનુભવ દુબેની કુલ નેટવર્થ 10 કરોડ હોવાનું કહેવાય છે.
તાજેતરમાં જ બિલ ગેટ્સને ચા પીવડાવનાર ડોલી ઉર્ફે સુનીલ પાંડે પોતાની યુનિક સ્ટાઈલના કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેઓ આજે લાખો રૂપિયા કમાય છે.
બિહારના પ્રિયંકા ગુપ્તાએ ગ્રેજ્યુએશન બાદ સરકારી નોકરી ન મળતા ચા નો બિઝનેસ શરૂ કર્યો અને પ્રયિંકા ગુપ્તાએ માત્ર 3 વર્ષની અંગર 7થી 8 ચાના કાઉન્ટર્સ ખોલી દીધા. તેનાથી તેઓ આજે લાખો રૂપિયા કમાય છે.