FM5qKZBVgAAOGYB

આ એક્ટ્રેસના પ્રેમમાં પડ્યા હતા રતન ટાટા, પણ લગ્ન ન થયાં

image
Ratan Tata photo

રતન ટાટાનું નામ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. તેમને લંડનમાં 'સર'નું બિરુદ પણ આપવામાં આવ્યું છે.

Screenshot 2024 04 22 165714

રતન ટાટા તેમની સાદગી માટે જાણીતા છે, તેમની લવ લાઈફ પણ ખૂબ જ રસપ્રદ રહી છે. બહુ ઓછા લોકો તેમના રિલેશનશિપ વિશે જાણતા હશે.

main qimg a4ad650845d8045a698b0ad760446257 lq

રિપોર્ટ અનુસાર, રતન ટાટા બોલિવૂડ એક્ટ્રેસ સિમી ગ્રેવાલ સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. તેમનો સંબંધ લાંબો ચાલ્યો પરંતુ છેલ્લે બંનેના રસ્તા અલગ થઈ ગયા.

સિમી ગ્રેવાલે એક ઈન્ટરવ્યુમાં રતન ટાટા સાથેના તેમના સંબંધોની વાત કબૂલી હતી. તેમણે કહ્યું હતું કે રતન ટાટા અને તેમનો સંબંધ લાંબો સમય ચાલ્યો.

રતન ટાટા જ્યારે વિદેશથી અભ્યાસ પૂરો કરીને ભારત પરત ફર્યા ત્યારે તેમની મુલાકાત સિમી સાથે થઈ હતી. ત્યારબાદ બંનેને એકબીજાની સાથે પ્રેમ થઈ ગયો.

એક સવાલ પર સિમી ગ્રેવાલે કહ્યું હતું કે તેઓ ખૂબ સારા વ્યક્તિ છે, હું આજે પણ તેમનું સન્માન કરું છું. કેટલાક કારણોસર અમે અલગ થઈ ગયા હતા અને લગ્ન કર્યા ન હતા.

સિમી ગ્રેવાલે રતન ટાટાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, તેઓ એકદમ પરફેક્ટ છે. તેમની સેન્સ ઓફ હ્યુમર અદ્ભુત છે. પૈસા ક્યારેય તેમના માટે મહત્વના નથી રહ્યા.

રતન ટાટા એક-બે નહીં પણ ચાર વખત રિલેશનશિપમાં આવ્યા, પરંતુ લગ્ન સુધી વાત ન પહોંચી શકી. પછી તેમણે ક્યારેય લગ્ન ન કર્યા.

સિમી ગ્રેવાલે રવિ મોહન સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન લાંબા સમય ટકી ન શક્યા. બંનેના છૂટાછેડા થઈ ગયા.

સિમી ગ્રેવાલના જીવનમાં મન્સૂર અલી ખાન પણ આવ્યા પરંતુ તેમની સાથેનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. હવે અભિનેત્રી એકલી રહે છે.