MS Dhoniની કંપનીએ લૉન્ચ કરી નવી ઈલેક્ટ્રિક સાયકલ, આટલી છે કિંમત
ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની ઈલેક્ટ્રિક વાહન કંપની EMotorad વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક સાયકલ ગીગાફેક્ટરી બનાવી રહી છે.
આ વચ્ચે કંપનીએ તેની પ્રખ્યાત ઈલેક્ટ્રિક સાયકલ T-Rex Airને બે નવા રંગોમાં લૉન્ચ કરી છે. જેમાં ઓરેન્જ બ્લેઝ અને ટ્રોપિકલ ગ્રીન કલરનો સમાવેશ થાય છે.
T-Rex Airના આ નવા રેન્જની પ્રારંભિક કિંમત 34,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સાયકલ કંપનીની ડીલરશિપ ઉપરાંત ઓનલાઈન કોમર્સ સાઈટ Amazon અને Flipkart પર પણ ઉપલબ્ધ છે.
કંપનીએ આ સાઇકલમાં 27.5 ઇંચનું ટાયર આપ્યું છે. જેને ખાસ કરીને અલગ-અલગ રોડ કંડિશન પર બેસ્ટ સ્ટેબિલિટી માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
તેમાં 10.2 AH ક્ષમતાની રિમૂવેબલ બેટરી છે. સિંગલ ચાર્જમાં આ બેટરી 25 કિમી/કલાકની ઝડપે લગભગ 50 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.
આ સાયકલમાં M5 એલસીડી ડિસ્પ્લે પણ મળે છે. આ સિવાય ઓટો કટ-ઓફની સાથે મિકેનિકલ ડિસ્ક બ્રેક્સ તેને વધુ શાનદાર બનાવે છે.
કંપની આ ઈલેક્ટ્રિક સાયકલ સાથે જે રિમૂવેબલ બેટરી આપી રહી છે તેને ફુલ ચાર્જ થવામાં લગભગ 2-3 કલાકનો સમય લાગે છે.
તેની લોડિંગ કેપેસિટી 110 કિગ્રા છે. ઈલેક્ટ્રિક સાયકલ પર કંપની 5 વર્ષની વોરંટી અને બેટરી પેક પર 2 વર્ષની વોરંટી આપી રહી છે.
તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીએ આ વર્ષે પુણે સ્થિત સ્ટાર્ટઅપ ઈમોટોરાડમાં રોકાણ કર્યું હતું. ત્યારથી તેઓ કંપનીના પ્રોડક્ટ્સનું પ્રમોશન પણ કરે છે.