Nexon EVની ટક્કરમાં આવી રહી છે ઈલેક્ટ્રિક કાર! 11 સપ્ટેમ્બરે થશે લોન્ચ
MG મોટર ઈન્ડિયા માર્કેટમાં નવી ઈલેક્ટ્રિક કાર MG Windsor લોન્ચ કરવાની તૈયારીમાં છે. માર્કેટમાં તેનો સીધો મુકાબલો Tata Nexon EV સાથે હશે.
કંપની દ્વારા શેર કરેલી જાણકારી મુજબ, MG Windsor આગામી 11 સપ્ટેમ્બરે વેચાણ માટે લોન્ચ કરાશે.
MGએ પોતાની ઈલેક્ટ્રિક કારનું ટીઝર જારી કર્યું છે. જેમાં કેબિન સીટ બતાવી છે. કંપનીનો દાવો છે કે તેમાં બિઝનેસ ક્લાસ સીટ મળશે.
ગ્લોબલ માર્કેટમાં આ ઈલેક્ટ્રિક કારને Cloud EV નામથી વેચવામાં આવશે. હવે કંપની તેને બજારમાં MG Windsor નામથી રજૂ કરશે.
આ કારનું નામ વિંડસર કેસલ પરથી રખાયું છે, જે ઈંગ્લેન્ડના બર્કશાયર શહેરમાં સ્થિત શાહી મહેલ છે. તેનું નિર્માણ 11મી સદીમાં કરાયું હતું.
કારની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટમાં તેમાં 18 ઈંચના એલોય વ્હીલ્સ આપેલા છે. ભારતીય માર્કેટમાં તેને 17 અથવા 18 ઈંચના વ્હીલમાં રજૂ કરી શકાય છે.
આ ઈલેક્ટ્રિક કારમાં 50.6 kWhની ક્ષમતામાં લિથિયમ ફેરો ફોસ્ફેટ બેટરી છે. જે સિંગલ ચાર્જમાં 460 KMની રેન્જ આપે છે.
AC હોમ ચાર્જરમાં કારની બેટરી 7 કલાકમાં ચાર્જ થાય છે અને DC ફાસ્ટ ચાર્જરમાં તે 30 મિનિટમાં 30 ટકાથી 100 ટકા સુધી ચાર્જ થાય છે.
કારમાં ઓટોમેટિક હેડલેમ્પ, ઈલેક્ટ્રિક સાઈડ મિરર, ફ્લશ ડોર હેન્ડલ, ઓટો રેન સેન્સિંગ વાઈપર્સ, રિયર ડિફોગર જેવી સુવિધાઓ છે.
કારમાં 8.8 ઈંચની TFT ડિજિટલ મલ્ટી ઈન્ફોર્મેશન ડિસ્પ્લે, 15.6 ઈંચની ઈન્ટેલિજન્ટ કન્ટ્રોલ પેનલ, એર્ગોનોમિક ઈટાલિયન બબલ સ્ટાઈલ સિન્થેટિક લેધર સીટ મળે છે.
તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો
Related Stories
જૂની કાર SCRAP કરાવવા અને નવી કાર ખરીદવા પર કેટલું ડિસ્કાઉન્ટ મળે? જાણો વિગતો
Jioએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન્સ, આટલા રૂપિયા છે કિંમત
આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?