541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
સાઉથ કોરિયન કંપની Kiaએ પાછલા વર્ષે પોતાની ઈલેક્ટ્રિક કાર KIA EV9 કોન્સેપ્ટનું પ્રોડક્શન રેડી મોડલ લોન્ચ કર્યું હતું. હવે તેને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ 7-સીટર ઈલેક્ટ્રિક કારને આગામી 3 ઓક્ટોબલે અહીંના માર્કેટમાં લોન્ચ કરી શકાય છે.
E-GMP પર બેઝ્ડ આ ઈલેક્ટ્રિક એસયુવી સિંગલ ચાર્જમાં 541 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.
આ ઈલેક્ટ્રિક કાર અલ્ટ્રા-ફાસ્ટ 800V ચાર્જર સાથે આવે છે, જેની મદદથી કારને 15 મિનિટમાં 239KMની રેન્જ સુધી ચાર્જ કરી શકાય છે.
KIA EV9માં કંપનીએ એડવાન્સ ફીચર્સ આપ્યા છે. તેમાં હાઈવે ડ્રાઈવિંગ પાઈલોટ (HDP) સિસ્ટમ અને લેવલ-3 ઓટોનોમસ ડ્રાઈવિંગ ફીચર્સ મળે છે.
આ SUV 3 અલગ-અલગ વ્હીલ સાઈઝમાં આવે છે, 3.1 મીટર લાંબો વ્હીલબેસ તેના કેબિનમાં વધુ સ્પેસ પ્રદાન કરે છે.
આ SUVના સ્ટાન્ડર્ડ વેરિએન્ટમાં કંપનીએ 76.1 kWhની ક્ષમતાની બેટરી આપી છે. તો ઓલ વ્હીલ ડ્રાઈવ વેરિએન્ટમાં મોટી 99.8 kWhની બેટરી આપી છે.
તેની રિયર વ્હીલ ડ્રાઈવ લોન્ગ રેન્જ વર્ઝન ઈલેક્ટ્રિક મોટર 150 kWનો પાવર અને 350 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે 9.4 સેકન્ડમાં 0થી 100ની સ્પીડ પકડે છે.
ઓલ વ્હીલ ડ્રાઈવ વેરિએન્ટની મોટર 283 kWનો પાવર અને 600 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે 6 સેકન્ડમાં 100 KMની સ્પીડ પકડે છે.