iPhone 16 લોન્ચ થતા પહેલા iPhone 15 Plus પર મોટું ડિસ્કાઉન્ટ, હવે કેટલી છે કિંમત?

Appleએ સોમવારે રાત્રે પોતાની અપકમિંગ ઈવેન્ટની લોન્ચ તારીખ જાહેર કરી, જેમાં જણાવાયું કે Apple iPhone 16 ભારત અને ગ્લોબલ માર્કેટમાં 9 સપ્ટેમ્બરે લોન્ચ કરાશે.

આ જાહેરાત સાથે જ iPhone 15 સીરિઝ પર ડિસ્કાઉન્ટ લિસ્ટેડ કરાયું છે. આજે અમે તમને iPhone 15 Plus પર મળતા ડિસ્કાઉન્ટ વિશે જણાવીશું.

iPhone 15 Plusને Amazon પર 17,300 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. આવો જાણીએ આ ઓફર વિશે ડિટલ્સમાં

iPhone 15 Plusની મૂળ પ્રાઈસ 89,900 રૂપિયા છે, પરંતુ હવે Amazon પર તેને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે.

iPhone 15 Plus પર 11 ટકા ડિસ્કાઉન્ટ બાદ કિંમત 79,999 રૂપિયા છે. આ ઉપરાંત Amazon Pay, ICICI બેંક ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને એક્સ્ટ્રા 3999 રૂપિયાની છૂટ મળે છે. 

iPhone 15 Plus પર એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે. જેમાં તમે જૂના ફોનને એક્સચેન્જમાં આપી શકો છો.

iPhone 15 Plusમાં 6.7 ઈંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. તેમાં ProMotion technology નો ઉપયોગ કર્યો છે. તેમાં 120Hz ની રિફ્રેશ રેટ મળે છે.