મુકેશ અંબાણી કેટલો પગાર લે છે? નવા રિપોર્ટમાં થયો ખુલાસો 

પેટ્રોલિયમથી લઈને ટેલિકોમ્યુનિકેશન અને રિટેલ ક્ષેત્રોમાં કાર્યરત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીને કોઈ ઓળખની જરૂર નથી.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના બાળકોને દેશની સૌથી મૂલ્યવાન કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ થવા માટે 'સિટિંગ ફી' અને 'કમિશન' આપવામાં આવે છે.

'સિટિંગ ફી' કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સ્વતંત્ર સભ્યોને બેંઠકોમાં સામેલ થવા માટે આપવામાં આવે છે.

મુકેશ અંબાણીએ સતત ચોથા વર્ષે કંપનીમાંથી કોઈ પગાર નહીં લેવાની જાહેરાત કરી છે. મતલબ કે આ વર્ષે પણ મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી કોઈ પગાર નહીં લે.

વાસ્તવમાં મુકેશ અંબાણીએ કોવિડ મહામારી દરમિયાન વર્ષ 2020માં તેમનો પગાર છોડવાનો નિર્ણય લીધો હતો અને તેઓ હજુ સુધી પગાર નથી લઈ રહ્યા.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના તાજેતરના વાર્ષિક રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે કે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ વર્ષે પણ કંપની પાસેથી કોઈ પગાર નહીં લેવાનો નિર્ણય યથાવત રાખ્યો છે.

મુકેશ અંબાણીની સંપત્તિ 109 અરબ ડોલર છે. તેઓ વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ છે.