દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને કોઈ ઓળખની જરૂર નથી, તેમને દેશના તમામ લોકો ઓળખે છે. પરંતુ શું તમે જાણો છો કે ગૌતમ અદાણી 1 દિવસમાં કેટલા રૂપિયા કમાય છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થની વાત કરીએ તો આ લગભગ 103 અરબ ડોલર છે.
કુલ નેટવર્થ પ્રમાણે ગૌતમ અદાણી એક દિવસમાં 8,26,10,61,361.25 રૂપિયા કમાય છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી એક કલાકમાં 34,42,10,890.05 રૂપિયા કમાય છે.
1 દિવસની કમાણી, 1 કલાકની કમાણી તો જાણી લીધી. હવે જાણીએ ગૌતમ અદાણી એક મિનિટમાં કેટલા કમાય છે. તેમની દર મિનિટની કમાણી 57,36,848.16 રૂપિયા કમાય છે.
ગૌતમ અદાણીની કુલ નેટવર્થ 103 અરબ ડોલર છે. વર્તમાન વર્ષમાં તેમની નેટવર્થમાં 18.9 અરબ ડોલરનો વધારો થયો છે.
ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. પહેલા નંબરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે.
ગૌતમ અદાણી હવે માત્ર દેશના સૌથી મોટો પોર્ટ જ નહીં ચલાવે, પરંતુ પાણીના જહાજ પણ બનાવશે. તેની પૂરી તૈયારી કરી ચૂક્યા છે.